હાદીના હત્યારાઓ ભારત આવ્યા હોવાની વાત ખોટી, BSF-મેઘાલય પોલીસે બાંગ્લાદેશના આરોપ પર આવ્યો જવાબ | bsf rejects bangladesh police claim hadi murder suspects meghalaya border

![]()
Osman Hadi killers News: મેઘાલયમાં તૈનાત બોર્ડર સુરક્ષા દળ (BSF)એ બાંગ્લાદેશ પોલીસના એ દાવાને રવિવારે ફગાવી દેવાયો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇંકિલાબ મંચ નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યાના આરોપી મેઘાલય બોર્ડરના રસ્તે ભારતમાં ઘૂસ્યા છે. જોકે, BSFએ બાંગ્લાદેશના અધિકારીઓના આ દાવાને નિરાધાર અને ભ્રામક ગણાવીને ફગાવી દીધો છે.
BSFએ બાંગ્લાદેશ પોલીસે દાવાને ગણાવ્યો નિરાધાર
રિપોર્ટના અનુસાર, મેઘાલયમાં BSFના મહાનિરીક્ષક ઓપી ઉપાધ્યાયે કહ્યું કે, આ દાવો સંપૂર્ણ રીતે પાયાવિહોણો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, હલુ આઘાટ સેક્ટરથી કોઈપણ વ્યક્તિના ઇન્ટરનેશનલ બોર્ડર પાર કરી મેઘાલયમાં પ્રવેશ કરવાના કોઈ પુરાવા નથી. BSFને ન તો એવી કોઈ ઘૂસણખોરીની જાણ છે અને ન તો આ મામલે કોઈ રિપોર્ટ મળ્યો છે.
આ અગાઉ ઢાકા મેટ્રોપોલિટન પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ દાવો કર્યો હતો કે હત્યાના મામલે બે મુખ્ય શંકાસ્પદ સ્થાનિક સહયોગીઓની મદદથી મેઘાલયના ગારો હિલ્સમાં પ્રવેશ્યા છે. જે બે લોકોએ આરોપીઓને મદદ કરી, તેને ભારતીય એજન્સીઓએ કસ્ટડીમાં લઈ લીધા છે.
બોર્ડર પર હાઈ એલર્ટ, ઘૂસણખોરી પર ચાંપતી નજર
જોકે, મેઘાલય પોલીસે પણ આ દાવાને ફગાવી દીધો. રાજ્યના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, ગારો હિલ્સમાં શંકાસ્પદોની હાજરીની પુષ્ટિ થવાની કોઈ ગુપ્ત માહિતી નથી મળી. સ્થાનિક પોલીસ એકમોને કોઈપણ પ્રકારની શંકાસ્પદ ગતિવિધિ નથી મળી અને કેન્દ્રીય એજન્સીઓની સાથે સમન્વય સતત ચાલુ છે.
BSF અધિકારીઓએ કહ્યું કે, પાડોશી બાંગ્લાદેશમાં અસ્થિર પરિસ્થિતિને જોતા ઇન્ટરનેશનલ બોર્ડર પર સુરક્ષા દળ સંપૂર્ણ રીતે સતર્ક છે. આ સેક્ટરની બોર્ડર પર સતત દેખરેખ રખાઈ રહી છે અને ગેરકાયદે બોર્ડર પાર કરવાનો કોઈપણે પ્રયાસ કર્યો તો તાત્કાલિક પકડી લેવાશે.
હાદીના મોત બાદ બાંગ્લાદેશમાં હિંસા ભડકી
ગારો હિલ્સ વિસ્તાર મેઘાલયના પશ્ચિમ વિસ્તારમાં આવે છે, જે ઇન્ટરનેશનલ બોર્ડર બાંગ્લાદેશથી જોડાઈ છે અને તેની સુરક્ષા BSF કરી રહ્યું છે. ત્યારે, ઢાકા મેટ્રોપોલિટન પોલીસના અધિકારીઓએ એમ પણ કહ્યું કે, બાંગ્લાદેશ સરકાર આરોપીઓની વાપસી માટે ભારતના સંપર્કમાં છે અને ધરપકડ અને પ્રત્યાર્પણને લઈને સત્તાવાર સ્તરે વાતચીત ચાલી રહી છે.
શરીફ ઉસ્માન હાદી બાંગ્લાદેશમાં એક મુખ્ય રાજનીતિક ચહેરો હતો અને ભારતનો કટ્ટર વિરોધી હતો. તે ગત વર્ષે થયેલા વિદ્યાર્થી આંદોલન બાદ ચર્ચામાં આવ્યો હતો, જેને ‘જુલાઈ વિદ્રોહ’ કહેવાયો. આંદોલન બાદ તેમણે ઇંકિલાબ મંચની શરૂઆત કરી અને ફેબ્રુઆરીમાં થનારી ચૂંટણીની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન તેમને ગોળી મારવામાં આવી. તેમને સારવાર માટે સિંગાપુર લઈ જવાયો, જ્યાં 6 દિવસ બાદ તેમનું મોત થયું. તેમના મોત બાદ ઢાકા સહિત દેશના અનેક વિસ્તારોમાં હિંસા ભડકી ઉઠી.



