दुनिया

વિશ્વાસ ન આવે તેવી વાત! દુનિયાનો એવો વિસ્તાર જ્યાં કોઈનો નથી અધિકાર, ગમે તે ઝંડો લગાવીને ગણાવે છે પોતાનો દેશ | No one owns the Bir Tawil land between Egypt and Sudan




Bir Tawil land : ધરતી પર એક એવી જગ્યા છે જ્યાં સત્તાવાર રીતે કોઈ પણ દેશ વસવાટ કરતો નથી. આમ ત્યાં પાસપોર્ટની પણ જરૂર રહેતી નથી, અને કોઈ વિઝા લાગુ થતાં નથી. એટલું જ નહીં, પરંતુ ટેક્નિકલ રીતે ત્યાં કોઈ સરકારી કાયદો લાગુ પડતો નથી. દુનિયાનો એવો વિસ્તાર જ્યાં કોઈનો અધિકાર નથી અને ગમે તે ઝંડો લગાવીને પોતાનો દેશ ગણાવતા, આ જગ્યાનું નામ છે બીર તાવિલ. તે આફ્રિકાનો એક ઉજ્જડ રણ પ્રદેશ છે, જે આધુનિક વિશ્વના રાજકીય નકશાની બહાર અસ્તિત્વ ધરાવે છે. 

બીર તાવિલ જગ્યા ક્યાં છે?

બીર તાવિલ વિસ્તાર આશરે 2060 ચોરસ કિલોમીટરનો રણપ્રદેશ છે. આ વિસ્તાર ઇજિપ્ત અને સુદાન વચ્ચે સ્થિત છે. મોટાભાગના સરહદી વિસ્તારોથી વિપરીત આ વિસ્તાર કોઈપણ દેશ દ્વારા સંચાલિત નથી. અહીં કોઈ શહેરો નથી, કોઈ કાયમી વસ્તી નથી અને કોઈ સરકાર પણ નથી.

કોઈપણ દેશ બીર તાવિલ પર દાવો કેમ નથી કરતો?

આ જગ્યા પર કોઈનો દાવો ન હોવાથી વસાહતી કાળનો સરહદી વિવાદ છે. 1899માં અંગ્રેજોએ એક સીધી રેખા વાળી સરહદ ખેંચ્યા બાદ બીર તાવિલ સૂડાનમાં આવી ગયું હતું. જ્યારે 1902માં એક સુધારેલી વહીવટી સીમાઓએ બીર તાવિલને ઇજિપ્તમાં રાખવામાં આવ્યું. આજે ઇજિપ્ત 1899ની સરહદનું ચુસ્તપણે પાલન કરે છે, જ્યારે સુદાન 1902ની સરહદનું પાલન કરે છે. આ દરમિયાન બંને દેશો નજીકના હલાયબ ત્રિકોણની લાલસા રાખે છે, જે સંસાધનોથી સમૃદ્ધ દરિયાકાંઠાનો પ્રદેશ છે. જોકે, બીર તાવિલ પર દાવો કરવાથી હલાયબ પરનો તેમનો દાવો કાયદેસર રીતે નબળો પડશે.

આ પણ વાંચો: એવો દેશ જ્યાં કોઈ મંદિર-મસ્જિદ નથી, ધર્મનું પાલન કરો તો મળે સજા

કેટલાકે પોતાનો દેશ સ્થાપવાનો કર્યો પ્રયાસ 

બીર તાવિલમાં કાનૂની શૂન્યાવકાશે કેટલાક સાહસિકો અને સ્વપ્ન જોનારાઓને આકર્ષ્યા. જેમાં 2014માં એક અમેરિકન નાગરિક જેરેમિયા હીટન ત્યાં ગયો, એક ધ્વજ બનાવ્યો અને ઉત્તર સુદાન રાજ્યની ઘોષણા કરી હતી. આમ કરવાથી તે તેની પુત્રીને રાજકુમારી બનાવી શકે. 2017માં ભારતીય સંશોધક સુયશ દીક્ષિત દ્વારા પણ આવો જ પ્રયાસ કરવામાં આવ્યો હતો. દીક્ષિતે ધ્વજ ફરકાવ્યો અને પોતાને આ જગ્યાનો શાસક જાહેર કર્યો હતો. આ વાર્તાઓએ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું, પરંતુ આમાંથી કોઈપણ દાવાને કોઈ સરકાર કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવી ન હતી.



Source link

Related Articles

Back to top button