गुजरात

સુરત: ચૌટાબજારમાં પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર સુસ્ત પડતા ફરી એક વાર દબાણકર્તાઓ સક્રિય થયા | Surat: As municipal and police system in Chauta Bazar becomes sluggish pressure becomes again



સુરત પાલિકા અને પોલીસે મોટા ઉપાડે ચોટા બજારના દબાણ દુર કરવા માટે કામગીરી શરૂ કરી  હતી પરંતુ ચૌટાબજારના દબાણ ચાર દિન કી ચાંદની બાદ મે ફીર અંધેરા જેવો ઘાટ થયો છે.  ચૌટા બજારમાં પાલિકા અને પોલીસની કામગીરી સુસ્ત પડતા ફરી દબાણ કરનારાઓ સક્રિય થઈ ગયા છે  જેના કારણે ચૌટા બજાર ફરીથી ગેરકાયદે દબાણ ના  ભરડામાં આવી ગયો છે.  પાલિકા અને પોલીસે આપેલા પંદર દિવસનું અલ્ટીમેટમ પૂરું થવા આવ્યું છે તેમ છતાં  છતાં દબાણ થતા સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે કે, જો  વરાછા બરોડા પ્રિસ્ટેજ દબાણ કાયમી હટી શકે તો ચૌટાબજારના કેમ નહીં ? આ સાથે લોકો ચૌટા બજારમાં દબાણ કાયમી ધોરણે દુર કરે તેવી માંગણી થઈ રહી છે. 

સુરત મહાનગરપાલિકાએ ઝીરો દબાણ રૂટ પરના દબાણ દૂર કરવાની કામગીરી મોટા ઉપાડે શરુ કરી છે. પાલિકાએ કેટલાક ઝીરો દબાણ રૂટ પરથી પાલિકા દબાણ દુર કરી શકી છે પરંતુ દબાણ માટે કુખ્યાત એવા ચૌટા બજાર વિસ્તારમાં પાલિકાની દબાણ દુર કરવાની શાહમૃગ નીતિ થી દબાણ વધી રહ્યા હતા. દરમિયાન સુરતના મેયર દક્ષેશ માવાણીએ પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે વરાછા બરોડા પ્રિસ્ટેજ ના વર્ષો જુના દબાણો દુર કર્યા બાદ ચૌટા બજાર ના રહીશો એ મેયરને પત્ર લખીને ચૌટાબજારના કાયમી દબાણ દુર  કરવા માટે રજૂઆત કરી હતી. મેયર- પોલીસ કમિશ્નરે ચૌટા બજાર ની મુલાકાત લીધી હતી અને 15 દિવસમાં દબાણ દુર કરવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે, પોલીસ પાલિકાએ આપેલું અલ્ટીમેટમ હવે પુરૂ થવા પર છે અને પાલિકા પોલીસે ચૌટા બજારમાં પાલિકા પોલીસ તંત્રની કામગીરી શુષ્ક થતા ચૌટાબજારના માથાભારે દબાણ કરનારાઓ સક્રિય થઈ ગયા છે અને ફરીથી ચૌટા બજારને દબાણ ના ભરડામાં કરી લીધું છે. 

સુરત પોલીસ અને પાલિકાની તાકીદ છતાં પણ ચૌટા બજારમાં દબાણ થઈ જતા સ્થાનિકોને મનમાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પાલિકા અને પોલીસે 15 દિવસનુ અલ્ટીમેટમ આપ્યું છે અને તે પુરુ થવા આવ્યું છે છતાં માથાભારે દબાણ કરનારાઓ પાલિકા- પોલીસને પડકાર ફેંકતા હોય તેમ જાહેરમાં દબાણ કરી રહ્યાં છે. સ્થાનિકો એવું કહી રહ્યાં છે કે ચૌટા બજાર ની જેમ જ વરાછા બરોડા પ્રીસટેજ દબાણ વર્ષો જુના હતા તે દબાણ પાલિકા- પોલીસ દુર કરી શકતા હોય તો ચૌટાબજારના દબાણ કેમ  દુર ન થાય ? આ પંદર દિવસનો સમય પૂરો થયા બાદ પાલિકા- પોલીસે આપેલી ચીમકી મુજબ ગુનો દાખલ કરવા કે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે કે નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે. 



Source link

Related Articles

Back to top button