गुजरात

44મી જુ. નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ માટે ગુજરાતની ટીમ વડોદરા રેલવે સ્ટેશનથી રવાના | Gujarat team leaves from Vadodara railway station for 44th Junior National Kho Kho Championship


44મી જુ. નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ  માટે ગુજરાતની ટીમ વડોદરા રેલવે સ્ટેશનથી રવાના 2 - image

44મી જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ 2025 બેંગલુરુ, કર્ણાટક ખાતે યોજાનારી છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાત રાજ્યની જુનિયર ખો-ખો ટીમ આજે  વડોદરા રેલ્વે સ્ટેશનથી બેંગલુરુ માટે રવાના થઈ હતી. 

AKFFG(અમેચર ખો-ખો ફેડરેશન ગુજરાત) ના જનરલ સેક્રેટરી અશોક ગરુડે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 44મી જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ 2025 તા. 31 ડિસેમ્બરથી તા. 04 જાન્યુઆરી સુધી  બેંગલુરુ, કર્ણાટક ખાતે યોજાશે. આ સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 36 ટીમો ભાગ લેશે, જેમાં જુનિયર ભાઈઓ અને બહેનો બંને વર્ગના ખેલાડીઓ ભાગ લેશે. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય તરફથી કુલ 30 ખેલાડીઓ, 2 કોચ, 2 મેનેજર અને 1 ફિઝિયો સામેલ છે. ગુજરાતની ટીમ પાસેથી ઉત્તમ પ્રદર્શનની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે અને ખેલાડીઓમાં રાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતા સાબિત કરવાનો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે.



Source link

Related Articles

Back to top button