ભારે વિલંબ બાદ આખરે કરીનાની દાયરા ફિલ્મનું શૂટિંગ પૂર્ણ | After huge delays Kareena’s Dayara film shooting finally completes

![]()
– કાસ્ટિંગમાં ફેરફાર સહિતનાં કારણે મોડી પડી
– હૈદરાબાદ રેપ પરની ફિલ્મ માટે મેઘના ગુલઝારે હવે પોસ્ટ પ્રોડકશન શરૂ કર્યું
મુંબઇ : કરીના કપૂરની મોડી પડેલી ફિલ્મ ‘દાયરા’નું શૂૂટિંગ હવે પૂર્ણ થયું છે. મેઘના ગુલઝારે બહુ લાંબા સમય પહેલાં આ ફિલ્મની જાહેરાત કરી હતી. ત્યારે તેમાં કરીના સાથે આયુષમાન ખુરાના કામ કરવાનો હતો.
જોકે, બાદમાં આયુષમાને આ ફિલ્મ છોડી દીધી હતી. તેના કારણે ફિલ્મનું શૂટિંગ સમયસર શરુ થઈ શક્યું ન હતું.
ફિલ્મમાં પોતાનો રોલ ખાસ મહત્વનો નથી તેવું લાગતાં આયુષમાને તારીખોનું બહાનું બતાવી ફિલ્મ છોડી હતી. તે પછી બોલિવુડનો કોઈ કલાકાર આ ફિલ્મમાં કામ કરવા તૈયાર થયો ન હતો. છેવટે મેઘનાએ સાઉથના હિરો પૃથ્વીરાજ સુકુમારનને કાસ્ટ કર્યો હતો. હૈદરાબાદ રેપ કેસ પર આધારિત આ ફિલ્મનું હવે પોસ્ટ-પ્રોડકશનનું કામ ચાલુ કરાયું છે. ફિલ્મ ૨૦૨૬માં રીલિઝ કરવામાં આવશે.



