સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં ક્રિકેટ-બોલિવૂડ સ્ટાર્સની મહેફિલ, એક્સ ગર્લફ્રેન્ડે લૂંટી લાઈમલાઈટ | Cricket and Bollywood stars spotted at Salman Khans birthday party

![]()
Salman Khan Birthday: સલમાન ખાન આજે પોતાનો 60મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. ગત રાત્રે સુપરસ્ટારે પનવેલ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં પોતાની બર્થડે પાર્ટી હોસ્ટ કરી હતી. સલમાન ખાનની ગ્રાન્ડ બર્થડે પાર્ટીમાં ક્રિકેટ-બોલિવૂડ સ્ટાર્સની મહેફિલ જામી હતી. હવે આ બર્થડે પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.
મીડિયા સાથે કાપી કેક
સલમાન ખાને પોતાનો જન્મદિવસ મીડિયા સાથે પણ સેલિબ્રેટ કર્યો. સુપરસ્ટારે પોતાના પનવેલ ફાર્મહાઉસની બહાર આવીને મીડિયા સાથે એક મોટી કેક કાપી. આ દરમિયાન સલમાન બ્લેક ટીશર્ટ અને બ્લૂ ડેનિમમાં ક્લીનશેવ લુકમાં ખૂબ ડેશિંગ લાગી રહ્યો હતો.
પરિવાર અને નજીકના મિત્રો રહ્યા હાજર
સલમાનના માતા-પિતા સલીમ ખાન અને સલમા ખાન પણ આ ગ્રાન્ડ બર્થડે પાર્ટીમાં પહોંચ્યા હતા. તેની બહેન અર્પિતા ખાન શર્મા તેના પતિ આયુષ શર્મા અને બાળકો અહિલ અને આયત સાથે પાર્ટીમાં પહોંચી હતી. અરબાઝ ખાનનો પુત્ર અરહાન ખાન અને સોહેલ ખાનનો મોટો પુત્ર નિર્વાણ ખાન પણ ફાર્મહાઉસ પર પહોંચ્યો હતો. અરબાઝ ખાન અને તેની પત્ની શૂરા ખાન પણ તેની ન્યૂ બોર્ન બેબી ગર્લ સિપારા સાથે સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા હતા.
એક્સ ગર્લફ્રેન્ડે લૂંટી લાઈમલાઈટ
સલમાન ખાનના બર્થડે પર હંમેશા તેની એક્સ ગર્લફ્રેન્ડ સંગીતા બિજલાની એક્ટરને વિશ કરવા માટે પહોંચે છે. ગત રાત્રે પણ સંગીતા ખૂબ જ ગ્લેમરસ લુકમાં સલમાનની બર્થડે પાર્ટીમાં પહોંચી હતી. સંગીતાએ યલો કલરનું શિમરી આઉટફિટ પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
બર્થડે પાર્ટીમાં ક્રિકેટ-બોલિવૂડ સ્ટાર્સની મહેફિલ
સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં એસએસ ધોની પણ તેની પત્ની સાક્ષી સાથે પહોંચ્યો હતો. જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ પણ બ્લેક આઉટફિટમાં ટ્વિનિંગ કરીને પહોંચ્યા હતા. તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. સલમાન ખાનને 60મા જન્મદિવસની શુભેચ્છા પાઠવવા માટે સંજય દત્ત પણ પહોંચ્યા હતો. તે બ્લેક ટી-શર્ટમાં ખૂબ જ ડેસિંગ લાગી રહ્યો હતો. સોનાક્ષી સિન્હાનો પતિ ઝહીર ખાન પણ ભાઈજાનને વિશ કરવા માટે પહોંચ્યો હતો. રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસુઝા પોતાના બંને પુત્રો સાથે સલમાન ખાનની બર્થડે પાર્ટીમાં સામેલ થઈ હતી.
સલમાનના જન્મદિવસ પર બેટલ ઑફ ગલવાન સાથે સબંધિત અપડેટ
સલમાન ખાન પોતાના જન્મદિવસ પર પોતાના ચાહકોને ખાસ ભેટ આપશે. વાસ્તવમાં ધ બેટલ ઑફ ગલવાનના નિર્માતાઓ 27 ડિસેમ્બરે ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરશે. એક અહેવાલ પ્રમાણે સલમાન ખાન પોતાના જન્મદિવસ પર તેની આગામી ફિલ્મ ગલવાન સાથે સબંધિત એક મહત્વપૂર્ણ અપડેટ ચાહકોને આપશે. નિર્માતાઓ બપોરે 2 થી 4 વાગ્યાની વચ્ચે ફિલ્મની એક મુખ્ય ક્લિપ રિલીઝ કરશે. અપૂર્વ લાખિયા દ્વારા દિગ્દર્શિત ધ બેટલ ઑફ ગલવાનમાં ચિત્રાંગદા સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી.



