दुनिया

ટ્રેનની ઝડપ પ્રતિ કલાક 700 કિ.મી. ચીને સફળ પ્રયોગ કરી રેકોર્ડ સર્જ્યો | China successfully experiments with train speed of 700 km per hour creates record



– મેગ્લેવ ટ્રેને વિક્રમી ઝડપ બે સેકન્ડ માટે નોંધાવી

– ચીને અગાઉ પ્રતિ કલાક 648 કિ.મી.ની ઝડપે મેગ્લેવ ટ્રેનનો સફળ પ્રયોગ કરીને સોપો પાડયો હતો

બૈજિંગ : ભારતમાં વંદે ભારત ટ્રેન પ્રતિ કલાક ૧૦૦ કિ.મી.ની ઝડપે ચાલે તો આપણે ખુશ થઈ જઈએ છીએ. બીજી બાજુએ ચીને આખા દેશમાં પ્રતિ કલાક ૩૨૦ કિ.મી.થી વધુ ઝડપે ચાલતો હાઇસ્પીડ ટ્રેનનો ૫૦,૦૦૦થી પણ વધુનો કોરિડોર વિકસાવી લીધેલો છે. આટલું ઓછું પડતું હોય તેમ હવે તેણે પ્રતિ કલાક ૭૦૦ કિ.મી.ની ઝડપે દોડતી ટ્રેનનો સફળ પ્રયોગ કરીને આખા વિશ્વને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધું છે.

આ બાબત તેનો પુરાવો છે કે અમેરિકાને ચીનથી હવે શેનો ડર લાગે છે. અમેરિકાને કંઈ ચીનના લશ્કર કે સામ્યવાદી પક્ષનો ડર લાગતો નથી, પરંતુ ચીનની આ બુદ્ધિશક્તિનો ડર લાગે છે જે તેને નીત નવી ઊંચાઈ પર લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. ભારતમાં દશનોસ સૌપ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ થવામાં હજી ચાર વર્ષની વાર છે અને તેની ટેકનોલોજી પણ જાપાન આપવાનું છે. બીજી બાજુએ ચીને પોતાની જ ટેકનોલોજીની મદદથી પ્રતિ કલાક ૭૦૦ કિ.મી.ની ઝડપે દોડી શકતી ટ્રેન વિકસાવી છે. આ ટ્રેને પરીક્ષણ દરમિયાન બે સેકન્ડ માટે પ્રતિ કલાક ૭૦૦ કિ.મી. (૪૩૫ માઇલ)ની ઝડપ હાંસલ કરી હતી. 

ચીનની નેશનલ ડિફેન્સ ટેકનોલોજી યુનિવર્સિટીના સંશોધકોએ મેગ્નેટિક લેવિટેશન ટ્રેનનો ૪૦૦ મીટરના મેગ્લેવ ટ્રેક પર ટેસ્ટ કર્યો હતો. આ ટ્રેનને પ્રતિ કલાક ૭૦૦ કિ.મી.ની ઝડપ હાંસલ કર્યા પછુ સુરક્ષાના કારણોસર અટકાવી દેવાઈ હતી. આ બનાવે ટ્રેનને વિશ્વની ફાસ્ટેસ્ટ સુપરકન્ડક્ટિંગ ઇલેક્ટ્રિક મેગ્લેવ ટ્રેન બનાવી છે. અત્યાર સુધીની કોઈપણ ટ્રેન આટલી ઝડપ હાંસલ કરી શકી નથી. 

આ ટ્રેનના પરીક્ષણના વિડીયોમાં સ્પશ્ષ્ટ દેખાયું હતું કે ખુલ્લી આંખે આંખનો પલકારો મારો તેટલી વારમાં તો ટ્રેન નજર સામેથી પસાર થઈ ગઈ હતી. તેના કારણે કોઈ સાયન્સ ફિકશન મૂવીનો સીન જોતાં હોઈએ તેમ લાગતું હતું. સુપરકન્ડક્ટિંગ મેગ્નેટની મદદથી આ ટ્રેન ટ્રેકથી ઉપર રહેતી હતી અને ટ્રેકને સ્પર્શ્યા વગર આગળ વધતી હતી. ટ્રેનની સ્પીડનું આ એક્સીલરેશન એટલું ઝડપી હતું કે જાણે તેની મદદથી જો જરૂર પડે તો રોકેટ પણ લોન્ચ કરી શકાય. મેગ્લેવ ટ્રેન આ ઝડપે ચાલવા માંડી તો તે લાંબા અંતર ધરાવતા શહેરોને ગણતરીની મિનિટોમાં જોડી શકશે. 

આ ટ્રેન વિકસાવવા દરમિયાન મહત્ત્વના ટેકનિકલ પડકારોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. તેમા અલ્ટ્રા હાઈ-સ્પીડ ઇલેક્ટ્રોમેગ્નેટિક પ્રોપલ્ઝન, ઇલેકટ્રિક સસ્પેન્શન ગાઇડન્સ, ટ્રાન્ઝિયન્ટ હાઈપાવર એનર્જી સ્ટોરેજ ઇન્વર્ઝન અને હાઈ ફિલ્ડ સુપર કનેક્ટિંગ મેગ્નેટ્સને લગતી બધી જ બાબતોનો નીવેડો લાવવામાં આવ્યો છે. આ ટેકનોલોજીનો ઉપયોગ સ્પેસ અને હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે પણ થઈ શકે છે. આ પ્રોજેક્ટ પર કામ કરનારી ટીમ છેલ્લા ૧૦ વર્ષથી કામ કરી રહી છે અને તેણે આ પહેલા પ્રતિ કલાક ૬૪૮ કિ.મી.નો રેકોર્ડ સ્થાપ્યો હતો. 



Source link

Related Articles

Back to top button