VIDEO: બર્થડે પર સલમાન ખાનનું સરપ્રાઈઝ! ‘બેટલ ઓફ ગલવાન’નું ટીઝર રીલીઝ | Battle of galwan teaser release on the occasion of salman khan birthday

![]()
Battle Of Galwan Teaser: સલમાન ખાને પોતાના જન્મદિવસના અવસર પર ચાહકોને મોટી ગિફ્ટ આપી છે. સલમાનની મચ અવેટેડ ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ માત્ર એક બર્થડે રિવીલ નથી પરંતુ દેશની સરહદો પર તહેનાત જવાનો અને તેમના અતૂટ સાહસને સમર્પિત એક દિલથી આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ પણ છે. આ સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પરથી પણ પડદો ઉઠી ગયો છે.
મોત દેખાઈ તો સલામ કરજો
1 મિનિટ અને 12 સેકન્ડના આ ટીઝરની શરૂઆત સલમાન ખાનના વોઈસ ઓવર અને લદ્દાખમાં ગલવાન ઘાટીઓથી થાય છે. આ વોઈસ ઓવરમાં સલમાન ખાન કહે છે કે, ‘જવાનો યાદ રાખજો ઘા લાગે તો મેડલ સમજજો અને મોત દેખાઈ તો સલામ કરજો.’ ત્યારબાદ તે બિરસા મુંડા, બજરંગબલી અને ભારત માતાની જયના નારા લાગે છે. ‘બેટલ ઓફ ગલવાન’ 17 એપ્રિલ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
દમદાર અંદાજમાં દેખાયો સલમાન
ટીઝરમાં સલમાન ખાન આર્મી ઓફિસરની ભૂમિકામાં નજર આવે છે. તેના કાનપટીમાંથી નીકળતું લોહી, આંખોમાં ગુસ્સો અને હાથમાં લાકડાના ડંડા સાથે સલમાન ખાન ખૂબ જ દમદાર અંદાજમાં નજર આવી રહ્યો છે. તેની પાછળ ભારતીય સેનાના બીજા જવાનો પણ હાથમાં લાઠી-ડંડા લઈને ઊભા છે. સામે ચીની સૈનિકો દોડતા દેખાઈ રહ્યા છે. ટીઝરમાં સલમાન સિવાય અન્ય કોઈ કલાકારની ઝલક નથી દેખાઈ રહી. ટીઝરના અંતમાં સલમાન કહે છે- ‘મોત સે ક્યા ડરના, ઉસે તો આના હૈ.’
અપૂર્વ લાખિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ જૂન 2020માં લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ પર આધારિત છે. દર્શકો એક સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે ફિલ્મની સ્ટોરી અને કલાકારો વિશે વધુ માહિતી સામે નથી આવી. સલમાન સાથે ચિત્રાંગદા સિંહ લીડ ભૂમિકામાં નજર આવશે.



