गुजरात

પોલીસે રોકડ, જુગારનું સાહિત્ય સહિત 12 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો | Police seized over 12 thousand worth of items including cash gambling literature



–  દેવડથલ ગામે જુગાર રમતા 8 શખ્સો પકડાયા

ડુમારણા : નળ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવડથલ ગામે જુગાર રમતા આઠ શખ્સોને પોલીસે પકડી પાડયા હતા. રૂ. ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

નળ સરોવર પોલીસ સ્ટેસનનો સ્ટાફ પેટ્રોલિગમાં હતો ત્યારે બાતમી મળી હતી જેના આધારે દેવડથલ ગામે પટેલ પાસમાં જુગાર રમતા હોવાની બાતમીના પગલે પોલીસે દરોડા પાડયા હતા અને પોલીસે આઠ શખ્સોને જુગાર રમતા પકડી પાડયા હતા. જેમાં વજુભાઈ ગોરધનભાઈ મેર,પશાભાઈ રાજાભાઈ ડાભી,પરેશભાઈ નવઘણભાઈ ડાભી,દીલુભાઈ અમજમલભાઈ ધરજીયા, સુરેશભાઈ અમરતભાઈ કો.પટેલ,બચુભાઈ ભગાભાઈ કો.પટેલ, રમેશભાઈ કાનજીભાઈ કો.પટેલ અને ઘનસ્યામભાઈ ઢીંગાભાઈ મકવાણા( તમામ રહે-દેવડથલ,,તા-બાવળા)નો સમાવેશ થયો છે.



Source link

Related Articles

Back to top button