मनोरंजन

આદિત્ય ચોપરાને ફડક પેઠી, આલિયાની આલ્ફા ફરી મુલત્વી | Aditya Chopra gets a shock Alia’s Alpha postponed again



– એપ્રિલમાં સલમાનની ફિલ્મ સાથે નહિ ટકરાય

– યશરાજનાં સ્પાય યુનિવર્સની ઠેકડીઓ ઉડી હોવાથી ધુરંધર ટુ સામે પણ ટક્કર ટાળશે

મુંબઈ : આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની સ્પાય યુનિવર્સની ફિલ્મ ‘આલ્ફા’ મૂળ આ ડિસેમ્બરના અંતમાં રીલિઝ થવાની હતી. પરંતુ, સ્પાય યુનિવર્સની ‘વોર ટુ’ નિષ્ફળ જતાં પ્રોડયૂસર આદિત્ય ચોપરાએ ફિલ્મમાં અનેક ફેરફારો કરાવ્યા હતા. તેના કારણે ‘આલ્ફા’ની રીલિઝ ઠેલાઈને એપ્રિલ ૨૦૨૬માં નક્કી થઈ હતી. જોકે, હવે ફરી આદિત્ય ચોપરાએ આ જ સમયગાળામાં રીલિઝ થનારી સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન ‘ સામે ટક્કર ટાળવા ફિલ્મની રીલિઝ ફરી મુલત્વી  કરી દીધી હોવાની  વાત પ્રસરી છે. 

જોકે, ટ્રેડ વર્તુળોમાં ચર્ચા મુજબ આદિત્ય ચોપરાને વાસ્તવમાં સલમાનની ફિલ્મ નહિ પરંતુ ‘ધુરંધર’ની સફળતાની ફડક પેઠી છે. ‘ધુરંધર’માં જે રીતે ભારતીય સ્પાયને બતાવાયો છે તે પછી આદિત્ય ચોપરાનાં  સ્પાય યુનિવર્સમાં ભારતીય સ્પાયની વાર્તાઓનું કેવુું તદ્દન અવાસ્તવિક અને અતાર્કીક તથા બેહદ ગ્લેમરાઈઝ ચિત્રણ થતુમ હતું તે સામે આવી ગયું છે. સોશિયલ મીડિયા પર યશરાનાં સ્પાય યુનિવર્સની ઠેકડી ઉડાડતી અનેક રીલ્સ વાયરલ થઈ છે. 

 આદિત્ય ચોપરાને બીક પેઠી છે કે હવે  ‘આલ્ફા’ રીલિઝ થશે ત્યારે લોકો ફરી તેની ‘ધુરંધર’ સાથે સરખામણી કરી શકે છે. વધુમાં આગામી ઉનાળા વખતે જ ‘ધુુરંધર ટુ’ પણ રીલિઝ થવાની છે. આ સંજોગોમાં આલ્ફા માટે અનુકૂૂળ તારીખ શોધવાનું વધુ મુશ્કેલ બની ગયું છે. 



Source link

Related Articles

Back to top button