मनोरंजन

2025ના ચર્ચિત ટીવી કપલ્સ જેમણે સંબંધોનો અંત આણ્યો અને ફેન્સના દિલ તૂટ્યાં | jannat zubair faisal shaikh shivangi joshi kushal tandon tv couple shocking breakup



TV Couple Shocking Breakup: જોત-જોતામાં વર્ષ 2025 વીતી ગયું. આ વર્ષ પોતાની સાથે ઘણી ખાટી-મીઠી યાદો છોડીને જઈ રહ્યું છે. આ વર્ષે ઘણા ટીવી સેલેબ્સના ઘરમાં ખુશીઓનું આગમન થયું તો કેટલાકના દિલ પણ તૂટ્યા. ટીવીની ઘણી પોપ્યુલર જોડીઓ હતી, જેમના બ્રેકઅપના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા હતા. કારણ કે એક સમયે આ કપલ્સે સાત જન્મો સુધી સાથે રહેવાનો વાયદો કર્યો હતો.

જન્નત ઝુબૈર અને મિસ્ટર ફૈઝુ

જન્નત ઝુબૈર અને મિસ્ટર ફૈજુ વર્ષોથી એક-બીજાની સાથે હતા. તેમની મિત્રતા સૌથી મીઠી હતી. તેઓ સુખમાં હોય કે દુઃખમાં બંને એક-બીજાની સાથે જોવા મળતા હતા. સોશિયલ મીડિયા પર જન્નત અને ફૈજુનો પોતાનો મોટો ફેન બેઝ છે. એક સમયે  એવું લાગતું હતું કે તેઓ લગ્ન કરી લેશે. પરંતુ 2025ના મધ્યમાં તેમના બ્રેકઅપના સમાચાર આવ્યા અને ચાહકોનું દિલ તૂટી ગયું. આજ સુધી જન્નત કે ફૈજુ બંનેમાંથી કોઈએ પોતાના સંબંધો પર ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યું.

શિવાંગી જોશી અને કુશાલ ટંડન

શિવાંગી જોશી અને કુશાલ ટંડનની જોડી ‘બરસાતેં’ સીરિયલના સેટ પર બની હતી. કુશાલ શિવાંગી કરતા 13 વર્ષ મોટો હતો, પરંતુ બંનેએ તેની પરવા નહોતી કરી. કુશાલે તો એક ઈન્ટરવ્યુમાં પોતાના સંબંધોને ઓફિશિયલ પણ કરી દીધા હતા. તેમના લગ્નની ચર્ચા પણ ખૂબ ચાલી રહી હતી, પરંતુ તે પહેલાં જ આ કપલનું બ્રેકઅપ થઈ ગયું.

પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તા

પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તાની જોડીને ઉડારિયાં શોથી ખૂબ પ્રેમ મળ્યો હતો. ત્યારબાદ બંને બિગ બોસ 16માં દેખાયા હતા. અંકિત અને પ્રિયંકાના બોન્ડે ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. ભલે તેઓએ કંઈ કહ્યું ન હોય પરંતુ ચાહકો જાણતા હતા કે અંકિત અને પ્રિયંકા એકબીજા માટે જ બન્યા છે. પરંતુ કપલના બ્રેકઅપના સમાચાર સામે આવતા જ ચાહકોને મોટો ઝટકો લાગ્યો હતો. જોકે, અંકિત કે પ્રિયંકા બંનેમાંથી કોઈએ બ્રેકઅપ અંગે કોઈ ટિપ્પણી નથી કરી.

ફહમાન ખાન અને અદિતિ શેટ્ટી

ટીવી સ્ટાર્સ ફહમાન ખાન અને અદિતિ શેટ્ટી ટૂંક સમયમાં લગ્ન કરવાના હોવાની અફવાએ જોર પકડ્યું હતું. જોકે, લાંબા સમય સુધી એક-બીજાને ડેટ કર્યા બાદ આ કપલે પોતાના રસ્તા અલગ કરી લીધા હતા.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચને એવોર્ડ ન ખરીદયો એટલે અનિલ કપૂરને મળ્યો…’, જાણીતા પ્રોડ્યુસરનો સનસનાટીભર્યો દાવો

હર્ષદ ચોપડા અને પ્રણાલી રાઠોડ

હર્ષદ ચોપડા અને પ્રણાલી રાઠોડ શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં સાથે જોવા મળ્યા હતા. શોમાંથી જ તેમના લવ-અફેરની ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે, શો છોડ્યા પછી પ્રણાલી અને હર્ષદનો સાથ પણ છૂટી ગયો.

આ તમામ ટીવી કપલ્સને ચાહકો નો ખૂબ પ્રેમ મળ્યો. ચાહકો એવી અટકળો લગાવી રહ્યા હતા કે, તેમનો સાથે સાત જન્મોનો છે, પરંતુ એવું ન થઈ શક્યું અને તેમણે પોતાના સબંધોનો અંત આણ્યો.



Source link

Related Articles

Back to top button