राष्ट्रीय

બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, માલગાડીના 12 ડબા પાટા પરથી ખડી પડ્યા, 3 ડબા નદીમાં ખાબક્યાં | Major train accident in Bihar 12 coaches of goods train derailed 3 fell into the river



Bihar Train Accident : બિહારમાં જસીડીહ-ઝાઝા રેલખંડ પર શનિવારે મોડી રાત્રે એક માલગાડી પાટા પરથી ઉતરી જતાં ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનાને કારણે દિલ્હી-હાવડા મુખ્ય માર્ગ પર રેલ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, જેના કારણે બંને દિશાની ટ્રેનોની અવરજવર અટકી ગઈ છે.

મોડી રાત્રે બની ઘટના, ટ્રેન વ્યવહાર પર ગંભીર અસર

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત રાત્રે લગભગ 11:30 વાગ્યે પુલ સંખ્યા 676 અને પોલ સંખ્યા 344/18 પાસે થયો હતો. સિમેન્ટ ભરેલી માલગાડીના 12 જેટલા ડબ્બા પાટા પરથી ઉતરી જતાં તેમાં ભરેલો સિમેન્ટનો મોટો જથ્થો આસપાસ વેરવિખેર થઈ ગયો હતો. આ દુર્ઘટનાને કારણે જસીડીહ-ઝાઝા રેલખંડની અપ અને ડાઉન બંને લાઈનો સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, જેનાથી દિલ્હી-હાવડા મુખ્ય માર્ગ પર રેલ વ્યવહાર પર ગંભીર અસર પડી છે.

બચાવ કાર્યમાં વિલંબ, અધિકારીઓ ગેરહાજર

અકસ્માતની જાણ થતાં જ રેલવે પોલીસ, RPF અને રેલવેના ટેકનિકલ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, મોડી રાતનો સમય અને ગાઢ ધુમ્મસના કારણે બચાવ કાર્ય શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, ઉચ્ચ અધિકારીઓ હજુ સુધી ઘટનાસ્થળે પહોંચ્યા નથી, જેના કારણે બચાવ કાર્ય હજુ સુધી શરૂ કરી શકાયું નથી. 



Source link

Related Articles

Back to top button