ગજાનંદ ગુર્જર મેઘવાળ સમાજ દ્વારા ભીમાસર ગામના વ્યક્તિઓને સમાજથી બહિષ્કાર કરેલ જેને 7 દિવસમાં પાછો ખેંચવા લેખિત રજૂઆત કરાઈ
રાપર કચ્છ
રિપોર્ટર રમેશભાઈ મકવાણા
ગજાનંદ ગુર્જર મેઘવાળ સમાજ દ્વારા ગત તારીખ 12/ 01 /2025 ના રોજ ભીમાસર ગામના વ્યક્તિઓને સામાજિક બહિષ્કાર કરેલ હતો જેના કારણે તારીખ 17 /01 /2024 ના રોજ ભીમાસર મુકામે ભીમાસરના વ્યક્તિઓ દ્વારા ભીમાસર ગામે મિટિંગ મળી હતી જેમાં સામાજિક બહિષ્કાર મુદ્દે ની ચર્ચા કરવામાં આવી હતી અને સાત દિવસમાં ગજાનંદ ગુર્જર મેઘવાળ સમાજ માફી માંગે અને જે 12/01/2025 ના ઠરાવ થયેલ છે તે ઠરાવ રદ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ મિટિંગમાં ગામના આગેવાનો બાબુભાઈ ચાવડા આંબાભાઇ મકવાણા મહાદેવભાઇ ગોહિલ અખાભાઈ ગોહિલ દલાભાઈ ચૌહાણ કાંતિભાઈ પરમાર નાનજીભાઈ ચાવડા હમીર મકવાણા મોહનભાઈ ચાવડા બાબુભાઈ ગરલા રમેશ મકવાણા વગેરે હાજર રહ્યા હતા
વધુમાં બાબુભાઈ ચાવડા દ્વારા એવું પણ જણાવાયું હતું કે દિવસ સાતમાં અગર ગજાનંદ ગુર્જર મેઘવાળ સમાજ બહિષ્કાર પાછો નહીં ખેંચે તો ના છૂટકે કાયદાકીય કાર્યવાહી કરવાની ફરજ પડશે