ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૃનું ધૂમ વેચાણ
પૂર્વ કચ્છ ગાંધીધામ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી દારૂનો વેપલો દિવસો દિવસ વધતો જાય છે શું ગાગોદર પોલીસને આ નથી દેખાતું કે પછી જાણી જોઈને આંખ આડા કામ કરવામાં આવી રહ્યા છે ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગામડા જેમાં ગાગોદર તેમજ કીડીયાનગર કાનમેર વેકરા ઘાણીથર ચિત્રોડ તેમજ પીછાણા વગેરે વિસ્તારમાં ધોમ દેશી દારૂનો વેપલો થઈ રહ્યો છે અને પોલીસ આંખ આડા કાન કરી રહી છે શું પોલીસ આ બાબતે કોઈ કાર્યવાહી કરશે કે પછી કોઈ લઠ્ઠાકાંડ સર્જાય તેની રાહ જોવાઈ રહી છે
ગાગોદર પોલીસ સ્ટેશનના પી.આઈ સાહેબ આ બધું નરી આંખે જોઈ રહ્યા હોવા છતાં ખાલી દારૂ પીવાવાળા ઉપર કેસ થાય છે અને વેચવાવાળા મોજ માણી રહ્યા છે
વિશેષમાં હાલે મેળાની સિઝન ચાલી રહી છે તેમાં જુગાર નું પ્રમાણ મોટા પાયે ચાલી રહ્યું છે પૂર્વ કચ્છ એસ પી સાહેબ આ બાબતે તસ્દી લે તો ઘણું બધું જાણવા મળે તેમ છે
શું આ બાબતે એસ પી સાહેબ તસ્દી લેશે કે કેમ તે જોવું રહ્યું