ગાગોદર પો.સ્ટે વિસ્તા૨માં થયેલ એલ્યુમીનીયમ વીજ વાય૨ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ -કચ્છ, ગાંધીધામ
પૂર્વ કચ્છ ગાંધીધામ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ ગાગોદર પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન આશરે ચાર મહિના અગાઉ મેવાસા વાડી વિસ્તારમાંથી એલ્યુમીનીયમના વીજ વાયરોની ચોરી થયેલ. જે અંગે ગાગોદર પો.સ્ટે.માં ગુ.ર.નં. ૦૧૩૩/૨૪ ઈ.પી.કો.ક. ૩૭૯ તથા ગાગોદર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૧૪૬/૨૪ ઈ.પી.કો.ક.૩૭૯ મુજબના ગુના દાખલ કરાવેલ. જે ચોરી તેજસિંહ છોગસિંહ રાવત તથા પોખરાજસિંગ લક્ષ્મણસિંહ રાવત ૨હે. બંને રાજસ્થાન વાળાઓ તથા સાથે બીજા ત્રણ ઈસમો મળીને ઇલેક્ટ્રીક વીજ લાઈનના થાંભલા ઉપર લાગેલ એલ્યુમીનીયમના વાયરોની ચોરી કરેલ અને ઉપરોકત બે ઈસમો હાલે ગાગોદર ગામની પેટા કેનાલ પાસે નેશનલ હાઈવે રોડ પર ઉભેલ છે અને ચોરી કરેલ એલ્યુમીનીયમ વાયર વેચવાની તૈયારી કરે છે. તેવી બાતમી હકીકત આધારે હકીકત વાળી જગ્યાએ જઈ નીચે જણાવેલ ઇસમોને પકડી પાડી પુછપરછ કરતા ગાગોદર પો.સ્ટે. ખાતે થયેલ એલ્યુમીનીયમ વાયર ચોરીની કબુલાત આપતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાગોદર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓનાં નામ
(૧) તેજસિંહ છોગસિંહ રાવત ઉ.વ. ૨૩ રહે. હાલે કીમ તા.જી.સુ૨ત મુળ રહે. દેવખેડા તા.ભીમ જી.રાજસેમંત રાજસ્થાન
(૨) પુખરાજસિંહ લક્ષ્મણસિંહ રાવત ઉ.વ. ૨૬ રહે. હાલે માળીયા જી.મોરબી મુળ રહે. કાનપુરા તા.વીજયનગ૨ જી.બ્યાવર રાજસ્થાન
પકડવાના બાકી આરોપીઓનાં નામ
(૧) ભગવાનસિંહ રાવત રહે. બહા૨ તા.ભીમ જી.રાજસેમંત રાજસ્થાન
(૨) સોનુ રાવત રહે. કાનપુરા તા. વીજયનગ૨ જી.બ્યાવર રાજસ્થાન
(3) ખીમસિંહ રાવત રહે. કાનપુરા તા.વીજયનગ૨ જી.બ્યાવર રાજસ્થાન
(૪) વાહીદભાઈ રહે. બાબતા જી.અમરેલી (ચોરીનો માલ લેનાર)
કબ્જે કરેલ મુદ્દામાલની વિગત
– એલ્યુમીનીયમ વીજ વાય૨ ૬૪૦ કિ.ગ્રા. કિ.રૂ. ૯૬,૦૦૦/-
મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ. ૧૦,૦૦0/-
કુલ કિ.રૂ. ૧,૦૬,000/-
શોધાયેલ ગુનાની વિગત
– ગાગોદર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૧૩૩/૨૪ ઈ.પી.કો.ક. ૩૭૯
– ગાગોદર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૧૪૬/૨૪ ઈ.પી.કો.ક. ૩૭૯
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એમ વી જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.