અંજાર વિસ્તારમાં આવેલ ચિત્રકૃટ સર્કલ પાસે કરેલ મારામારીના ગુના કામેના છેલ્લા પાચેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંજાર પોલીસ
અંજાર કચ્છ
રિપોર્ટર રમેશ મકવાણા
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી એમ.પી.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ નાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના કરેલ હોઈ જે આધારે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેકટર નાઓની માર્ગદર્શન સુચના આધારે અંજાર પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી આધારે અંજાર પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં આવેલ ચિત્રકૃટ સર્કલ પાસે આવેલ નાસ્તાના લારી વાળા સાથે કરેલ મારામારીના ગુના કામે સંડોવાયેલ છેલ્લા પાચેક માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુનાની વિગત :-
અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૪૦૩૯૯/૨૦૨૪ ઈ.પી.કો.કલમ- ૩૨૪, ૨૯૪(ખ), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ.૧૩૫ મુજબ
પકડાયેલ આરોપી:-
સમીરસિંગ નાનકસિંગ સરદાર ઉ.વ.૨૧ રહે.સ્લમ એરીયા સરદાર નગર અંજાર
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ગોહીલ સાહેબ તથા પોલીસ સબ ઇન્સપેકટર જે.એસ.ચુડાસમા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.