गुजरात

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર ગાંધીધામના બે શિક્ષકો ના વિધોતેજક-૨૦૨૪ એવોર્ડ એનાયત

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર રમેશભાઈ મકવાણા

ગાંધીધામ ; તા.૧૧/૦૮/૨૦૨૪ના શ્રી વેદ ઈંટરનેશનલ સ્કૂલ ગાંધીનગર મધ્યે કચ્છ, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી,ગાંધીનગર,મહેસાણા,સાબરકાંઠાના શિક્ષક જેમણે શિક્ષણ ક્ષેત્રે પોતાનું વિશેષ યોગદાન આપી તાલુકા,જિલ્લા,રાજ્ય,રાષ્ટીય એવોર્ડ મેળવેલ શ્રેષ્ઠ સારસ્વતો માટે શ્રી બ્રહ્મ સમાજ મહેસાણા પ્રમુખ નરેશભાઈ દવે ના સહયોગ તેમજ ગુજરાત રાજ્ય મા.અને ઉ.મા.શિક્ષણબોર્ડ ના મદદનિશ સચિવ પુલકિત જોશી ની પ્રેરણાથી વિદ્યોતેજક સન્માન ૨૦૨૪ એનાયત કાર્યક્રમ યોજાયેલ.જેમાં કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાની ફ્રી ટ્રેડ ઝોન પ્રા.શાળા ના આચાર્ય મણીલાલ કે પરમાર અને આદીપુર સી.આર.સી.કો.ઓ.ડો.હેમલત્તાબેન પી.લોચા ને બ્રહ્મસમાજ મહેસાણા ના પ્રમુખ નરેશભાઈદવે ના વરદ હસ્તે વિધ્યોતેજંક -૨૦૨૪ પ્રમાણપત્ર,મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવેલ.આ પ્રસંગે શિક્ષણવિદ ગજેન્દ્રભાઈ જોશી ના અધ્યક્ષ પદે યોજાયેલ કાર્યક્રમ મા આર.પી.પટેલ( પ્રમુખ, વીશ્વ ઉમિયા ફાઉન્ડેશન),મનુભાઈ ચોકસી(પુ.ચેરમેન શિક્ષણ સમિતી- મહેસાણા) મહેશભાઈ મહેતા (સચિવ સમગ્ર શિક્ષા અભિયાન), ધર્મેશભાઈ પટેલ (સંચાલક શ્રી વેદ ઈંટરનેશનલ સ્કૂલ ગાંધીનગર) ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે નરેશભાઈ દવે એ પોતાના પ્રાસંગિક પ્રવચન માં સંસ્થાની સેવાકીય કાર્યો ની વિગત આપી તેમનામાં શિક્ષક માટેના આદર ના દર્શન થયા .પુલકિત જોશી એ એવોર્ડ ની ગરિમા સાથે આગામી સમયમાં તમામ ની સહભાગીતા સાથે સમગ્ર ગુજરાત લેવલે આવો પોગ્રામ કરવાના આયોજન વિશે જણાવેલ આ કાર્યક્રમમા કુલ ૫૫૫ શિક્ષકઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.

વધુમાં તા૧૨/૦૮/૨૦૨૪ ના માનવતા ગ્રુપ આદિપુર દ્વ્રારા ગાંધીધામ તાલુકાની ફ્રી ટ્રેડ ઝોન પ્રા.શાળા ના આચાર્ય મણીલાલ કે પરમાર ની સંસ્થાકિય માનવતા એવોર્ડ આપી સન્માન કરવામાં આવેલ.તેવું ફ્રી ટ્રેડ ઝોન પ્રા.શાળા ના આચાર્ય મણીલાલ કે પરમાર ની યાદીમાં જણાવાયું છે.

Related Articles

Back to top button