गुजरात

જુગારનો ગણનાપાત્ર કેશ શોઘી કાઢતી આદિપુર પોલીસ

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર રમેશ મકવાણા

મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પ્રોહી- જુગારની પ્રવુતિઓ નેસ્ત નાબુદ કરવા સ્પેશ્યલ ડ્રાઇવ આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર તથા ઈ.સી.પી.આઈ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ.શ્રી બી.જી.ડાંગર સાથે આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા ત્યારે મળેલ બાતમી હકીકત આધારે શિણાય ગામના ચોકમાં ઓટલા પર જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમતા નીચે મુજબના આરોપીઓને પકડી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીઓના નામ :

(૧)કિશોરભાઇ જયંતીલાલ બલદાણીયા ઉ.વ.૫૨, રહે.શીણાય તા.ગાંઘીઘામ

(૨)સુરેશ ખીમજીભાઈ વાણીયા ઉ.વ.૩૮, રહે.શીણાય તા.ગાંધીધામ

(૩)કલ્પેશ બાબુલાલ પંચાલ ઉ.વ.૪૧, રહે દબડા તા.અંજાર

(૪)દિનેશભાઈ પ્રાગજીભાઈ ઠક્કર ઉ.વ.૫૪, રહે. સતાપર તા.અંજાર

(૫)કિશોરભાઈ ઝમનદાસ ચંચલાની ઉ.વ.૫૨, રહે.મેઘપર બોરીચી તા.અંજાર

કબ્જે કરેલ મુદામાલની વિગત :

(૧) રોકડા રૂપિયા- રૂા.૧૯,૨૦૦/-

(૨) ધાણીપાસા નંગ- ૦૨ કિ.રૂ ૦૦/-

કુલ કિ.રૂ ૧૯,૨૦૦/-

આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.શ્રી બી.જી.ડાંગર સાથે આદીપુર પોલીસ સ્ટાફ દ્રારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.

Related Articles

Back to top button