અમદાવાદ : સેટેલાઇટમાં શરજનક ઘટના, રસ્તે જતી થાઇલેન્ડની યુવતીની શારિરીક છેડતી, ટોળાએ વિકૃતને ઝડપી પાડ્યો
અમદાવાદ: શહેરમાં નવા વર્ષની શરૂઆતમાં અનેક પ્રકારની ગંભીર ઘટનાઓ બની હતી. જેને લઇને શહેર પોલીસ સતત ચિંતામાં મુકાઇ હતી. ચાર ચાર જેટલા ફાયરિંગ ના કિસ્સા બનતા તેના વિડીયો વાયરલ થયા હતા અને હવે જાહેર રોડ ઉપર છેડતીના બનાવો સામે આવ્યા છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા સાંઇબાબા મંદિર પાસે એક યુવતી પસાર થતી હતી. ત્યારે રોડ પરથી પસાર થતા યુવકે તેના શરીરના પ્રાઈવેટ પાર્ટ ઉપર હાથ મૂક્યો હતો અને બાદમાં તે ભાગવા જતો હતો જોકે લોકોએ પકડી પાડી પોલીસને સોંપ્યો હતો.
મૂળ નાગાલેન્ડની અને હાલ રામદેવ નગર ખાતે રહેતી ૨૫ વર્ષીય યુવતી એક મકાનમાં છેલ્લા સાત મહિનાથી એક યુવક સાથે રહે છે. ત્રણ વર્ષ અગાઉ આ યુવક સાથે તેની સગાઈ થઈ હતી. આ યુવક મૂળ કચ્છના વતની છે. આ યુવતી છેલ્લા છ મહિનાથી બોડકદેવ ખાતે થેરાપિસ્ટ તરીકે નોકરી કરતી હતી. પરંતુ ગઈકાલથી આ યુવતીએ એક સલૂનમાં નોકરી શરૂ કરી હતી. બપોરના બાર વાગ્યે તે તેના ઘરેથી નીકળી આ સલૂન ખાતે બોડકદેવ ગઈ હતી. બાદમાં નોકરીએથી પરત ફરી રાત્રે સલુન થી ચાલતા ચાલતા તેના ઘર પાસે આવી હતી.
ત્યારે મોકલ રેસ્ટોરન્ટ થી આગળ રામદેવનગર ચાર રસ્તા તરફ જવાના રોડ ઉપર સાઈબાબા મંદિર પાસે પહોંચી ત્યારે એક છોકરો તેની પાસે આવ્યો હતો અને બાદમાં આ યુવતીના પ્રાઇવેટ પાર્ટ પર હાથ અડાડી દીધો હતો. તેથી આ યુવતીએ બૂમાબૂમ કરી હતી અને યુવકને પકડવા જતી હતી તે દરમિયાન આ યુવક ત્યાંથી ભાગી ગયો હતો.