गुजरात

વાંકાનેરના દેરાળા ગામેથી ટ્રાન્સફોર્મર બદલાવવાની કામગીરી કરતાં શ્રમિકને ઓઇલ ચોરી કરતાં રંગેહાથ ઝડપી પાડતા PGVCLના અધિકારીઓ…

વાંકાનેરના દેરાળા ગામેથી PGVCLના ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલની ચોરી કરતાં એક શખ્સ ઝડપાયો...

વાંકાનેર

વાંકાનેર તાલુકાના દેરાળા ગામે PGVCLના ફેઇલ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલની ચોરી કરતો એક શખ્સને કંપનીના અધિકારીઓ દ્વારા રંગેહાથ ઝડપી લીધા હોય, જે બાદ આ બનાવમાં આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેર પરેશભાઇ શરદચંદ્ર ધુલીયાએ આરોપી પ્રભુભાઇ રવજીભાઇ ધરજીયા સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, કોન્ટ્રાકટર તોફીક શેરસીયાની ઇન્સટન્ટ પાવર સોલ્યુશન પેઢીને વાંકાનેર પી.જી.વી.સી.એલ. દ્વારા ફેઇલ ટ્રાન્સફોર્મર બદલવાની/ઓગ્મેન્ટ/ડી-ઓગ્મેન્ટ કરવાની કામગીરી સોપવામાં આવી હતી. અને કોન્ટ્રાકટર તોફીક શેરસીયાનો શ્રમિક આરોપી પ્રભુભાઇ ટ્રાન્સફોર્મર બદલવાની કામગીરી કરતો હતો…

એક તબક્કે વાંકાનેર પી.જી.વી.સી.એલ.ને શંકા ગઈ હતી કે, આરોપી શ્રમિક પ્રભુભાઇ રવજીભાઇ ધરજીયા ફેઇલ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલની ચોરી કરે છે અને બારોબરે તેને વેંચી દે છે. જેના આધારે તા.૧૨/૦૯/૨૦૨૩ના રોજ સાંજે ૦૫:૩૦ વાગ્યાના અરસામાં પી.જી.વી.સી.એલના નાયબ ઇજનેર જી.કે. સરવૈયા અને ઇલેક્ટ્રીક આસીસટન્ટ આર.એચ.ચૌહાણએ એક તબક્કે વાંકાનેર પી.જી.વી.સી.એલ.ને શંકા ગઈ હતી કે, આરોપી શ્રમિક પ્રભુભાઇ રવજીભાઇ ધરજીયા ફેઇલ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલની ચોરી કરે છે અને બારોબરે તેને વેંચી દે છે. જેના આધારે તા.૧૨/૦૯/૨૦૨૩ના રોજ સાંજે ૦૫:૩૦ વાગ્યાના અરસામાં પી.જી.વી.સી.એલના નાયબ ઇજનેર જી.કે. સરવૈયા અને ઇલેક્ટ્રીક આસીસટન્ટ આર.એચ.ચૌહાણએ દેરાળા ગામની સીમમા આવેલ જાલી ગામથી દેરાળા ગામ તરફ જતા માહ નદી પસાર કરીને થોડા આગળ ડાબી બાજુ રોડ કાઠે આવેલ શ્રમિક પ્રભુભાઇ રવજીભાઇ ધરજીયાની વાડીના મકાનના એક રૂમમા દરોડા પાડ્યા હતા…

જ્યાં બેલાનુ ચણતર કરેલ સીમેન્ટના પતરા વાળા બે રૂમ પૈકી એક રૂમમાં સાત નંગ ડબા (પંદર લીટર કેપેસીટીના) બે નંગ ડોલ (વીસ લીટર કેપેસીટીના ) એક નંગ પ્લાસ્ટીક કેન (પાત્રીસ લીટર કેપેસીટીના) પડેલ હતુ જેમાં ભરેલ લીકવીડ/પ્રવાહીની તપાસ કરતા ટ્રાન્સફોર્મર ઓઇલ હોવાનુ માલુમ પડેલ ઉપરાંત એક પ્લાસ્ટીકની ડોલ ખાલી પડેલ હતી અને તેમા ગળણી અને પ્લાસ્ટીકની પાઇપ ઓઇલ હોવાનુ માલુમ પડેલ ઉપરાંત એક પ્લાસ્ટીકની ડોલ ખાલી પડેલ હતી અને તેમા ગળણી અને પ્લાસ્ટીકની પાઇપ પડેલ હતી. જ્યાંથી રૂ. 15,102 ની કિમતનું કુલ 180 આવ્યો હતો. આમ, આરોપી શ્રમિક પ્રભુભાઇ રવજીભાઇ ધરજીયા દ્વારા ફેઇલ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલની ચોરી કરી પોતાની વાડીના મકાનના એક રૂમમા સ્ટોક કરી તેનું વેચાણ કરતાં રંગેહાથ ઝડપાયો હતો. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

Related Articles

Back to top button