બોટાદ : રંગપુર પ્રાથમિક શાળાની કલા ઉત્સવમાં ત્રેવડી સિદ્ધિ
મંગળવારના રોજ નાગલપર કલસ્ટર ખાતે કલા ઉત્સવ ઉજવાયો
બોટાદ
તારીખ 1/8/2023ને મંગળવારના રોજ નાગલપર કલસ્ટર ખાતે કલા ઉત્સવ ઉજવાયો.તેમા કુલ સાત વિભાગો હતા.તેમા રંગપુર પ્રાથમિક શાળાએ વાર્તાકથન ધોરણ-3થી5માં પ્રથમ,કાવ્યપઠનમાં પ્રથમ,વાર્તાલેખનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.તેમજ વાર્તાકથન પ્રારંભિકમાં તૃતીય સ્થાન મેળવેલ છે.પ્રથમ ક્રમાંક મેળવનાર છાત્રો અનુક્રમે(1)જોગરાણા ઉમંગ શામળભાઈ-વાર્તાકથન, (2)વાલોદરા ક્રિષ્ના સંજયભાઈ-કાવ્યપઠન (3)જોગરાણા ભૂમિકા વરજાંગભાઈ -વાર્તાલેખન તેમજ જોગરાણા હાર્દિક અરજણભાઈ વાર્તાકથન પ્રારંભિકમાં તૃતીય સ્થાન મેળવી શાળાને ગૌરવ અપાવેલ છે.
આ તકે સી.આર.સી જતીનભાઈ સોલંકી અને શાળા નાં આચાર્યા શ્રધ્ધાબેન દેવમુરારી તેમજ શાળાના શિક્ષકોએ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ માર્ગદર્શક શિક્ષકશ્રી યોગેશભાઈ તેરૈયાને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે.શ્રી તેરૈયાએ જણાવ્યુ હતુ કે કલા એ મનુષ્યને જીવંત રાખનારુ તત્વ છે.જો બાળપણથી જ કોઈ સુંદર કલાની સંગત થાય તો વ્યકિત ઘડતરથી સમાજ ઘડતરનો રસ્તો સરળ બને છે.