દહેગામમાં આર.ટી.આઇ. એક્ટનો ભંગ કરનાર ટી.ડી.ઓ.ને ૧૦. હજાર તો બીજાને ૫ હજારનો ડંડ ફટકાર્યો
બંને તાલુકા વિકાસ અધિકારીને દંડ પગારમાંથી વસુલ કરાશે.
આર.જે. રાઠોડ.
દહેગામ.
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરનાં આઇ.ટી.આઇ. એક્ટિવિસ્ટ અનિલભાઇ મકવાણાએ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ દહેગામ તાલુકા વિકાસ અધિકારી. તાલુકા પંચાયત કચેરી ખાતે વર્ષ દરમ્યાન કેટલી ગ્રાન્ટ અને ઓડિટ રિપોર્ટ ૬. ઓગસ્ટ ૨૦૨૧. નાં રોજ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ માહિતી માંગેલને ૩૦. દિવસનાં સમય મર્યાદામાં મહિતી આપવામાં બેકસુર ઠરાવવામાં આવતાં ગુજરાત માહિતી અધિકાર આયોગ દ્વારા દંડનીય કાર્યવાહી કરી હતી.
દહેગામ તાલુકા પંચાયત કચેરી જાહેર માહિતી અધિકારી.(૧) તાલુકા વિકાસ અધિકારી. જી. ગાંધીનગર જિલ્લાનાં રૂબીબેન રાજપૂત (TDO) અને હાલ તાલુકા પંચાયત કચેરી. ડીસા. જી. બનાસકાંઠાના અધિકારીને ગુજરાત રાજ્ય આયોગ. માહિતી કમિશનર વિરેન્દ્ર પંડ્યાએ રૂ. પાંચ હજાર દંડ ફટકાર્યો હતો. જે પોતાના પગારમાંથી વસુલવામાં આવશે. (૨) દહેગામ તાલુકા પંચાયત. જાહેર માહિતી અધિકારી. દહેગામ તાલુકા વિકાસ અધિકારી. (TDO) કે. કે. ચૌધરી. દહેગામ તાલુકા. જી. ગાંધીનગર. હાલ. નાયબ જિલ્લા વિકાસ અધિકારી. જિલ્લા પંચાયત કચેરી. જોરાવરનગર પેલેસ. પાલનપુર. જી. બનાસકાંઠાના અધિકારીએ સમય મર્યાદા માહિતી પુરી પાડવામાં બેકસુર થતાં ગુજરાત રાજ્ય માહિતી આયોગ કમિશનર વિરેન્દ્ર પંડ્યાએ અધિનિયમ કલમ – ૧૯. હેઠળ રૂ. દશ હજાર. દંડ ફટકાર્યો હતો. આ રકમ પોતાના પગારમાંથી વસુલવામાં આવશે.
આઇ.ટી.આઇ. એક્ટિવિસ્ટ અનિલભાઇ મકવાણાએ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫. હેઠળ માહિતી માંગ્યા મુજબ માહિતી આપવામાં બેકસુરતા દાખવતાં તેમજ માહિતી છુપાવાની કોશિશકર્તા માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫. હેઠળ. માહિતી પુરી પાડવામાં નિષ્ફળ નિવડતા. બંને માહિતી તાલુકા વિકાસ અધિકારી. દહેગામને દંડનીય કાર્યવાહીમાં ગુનાહિત ઠેરવ્યા હતા. આવા સરકારી અધિકારીઓ કાયદાની જોગવાઇ હોવા છતાં જનતાને પરેશાન કરતાં દંડ પાત્ર સજા ફટકારતાં અધિકારી. કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.