गुजरात

ગાંધીનગર : ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર, 8.57 લાખ વિદ્યાર્થીમાંથી 17186ને A1 ગ્રેડ

ગાંધીનગર : ગુજરાતમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થઈ ગયું છે. (Gujarat Board Std 10 Results declared) પરંતુ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે નહીં. કારણ કે, વેબસાઈટ પર પરિણામ જોવાની પદ્ધતિ અને અધિકાર શાળાઓને જ અપાયો છે. તો આ વર્ષ માસ પ્રમોશન આપી વિદ્યાર્થીઓને પાસ કરાયા છે. ગ્રેડ સિસ્ટમથી જાહેર થતા પરિણામમાં કેટલા વિદ્યાર્થીઓને કેટલા ગ્રેડ મળ્યા તેના આંકડાઓ પણ જાહેર કર્યા છે. આ વર્ષ ધોરણ-10ના (Std 10 Results) કુલ 8 લાખ 57 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરાયા છે. 17186 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે. જ્યારે સૌથી વધુ 1,85,266 વિદ્યાર્થીઓ C1 ગ્રેડ સાથે પાસ થયા છે.

સામાજિક વિજ્ઞાનમાં 27,913 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, ગણિતમાં 26,809 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ, વિજ્ઞાનમાં 20,865 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. જ્યારે 1,73,732 વિદ્યાર્થીઓ ગ્રેસિંગ માર્ક સાથે પાસ થયા છે.

ગુજરાત બોર્ડના ધોરણ-10ની પરીક્ષાના પરિણામ રાતે 8 વાગ્યે બોર્ડની વેબ સાઈટ પર મુકાયું છે. શાળાઓ પરિણામ GSEB.org નામની વેબસાઈટ પર જોઈ શકશે. મહત્વનું છે કે, આ વર્ષ ધોરણ-10ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેથી સૌ કોઈ વિદ્યાર્થી પોતાના પરિણામની આતૂરતાથી રાહ જોઈ રહ્યા હતા. તો પરિણામ માટે શાળાઓ ગુણપત્રની નકલ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશે. અને શાળાઓ ઈન્ડેક્ષ નંબર આધારે પરિણામ મેળવશે. અને શાળાઓ જ પરિણામ જોઈ શકશે.

Related Articles

Back to top button
preload imagepreload image