ગાંધીનગર તાલુકાના વડોદરા ગામ ખાતે આરોગ્ય મેળો યોજાયો
ગાંધીનગર
જિલ્લા પંચાયત, ગાંધીનગર અને ગાંધીનગર તાલુકાના વડોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં સયુંકત ઉપક્રમે આરોગ્યમ એકંદરે સુખાકારી અન્વયે આરોગ્ય મેળાનું આયોજન વડોદરા ગામ ખાતે કરવામાં આવ્યું હતું.
આ આરોગ્ય મેળાને મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત ગાંધીનગર (દ)ના ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોરના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આદરજ મોટી હેલ્થ એન્ડ વેલ નેસ સેન્ટર અને રાયપુર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને એનકવાસ અંતર્ગત પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ આરોગ્ય મેળામાં જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જુદી આરોગ્ય સેવાઓ અને આરોગ્ય તપાસ માટે નિષ્ણાત ડોક્ટર ની વ્યવસ્થા કરવામાં આવી હતી. આરોગ્ય મેળામાં કુલ 1174 લાભાર્થી લાભ લીધો હતો. જેમાં આરોગ્ય તપાસ બાદ કેન્સર ના 2 શંકાસ્પદ કેસ મળ્યા અને મોતિયાના 11 દર્દીઓ મળ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર શ્રી હિતેશ કોયા જીલ્લા પંચાયત પ્રમુખશ્રી દિલીપ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી મીનાબેન લલીતસિંહ ઠાકોર, રાજ્ય કક્ષાના નોડલ ઓફિસર શ્રી ડૉ.પી.આર.સુથાર ,રાજ્ય કક્ષાના ટેલી મેડિસન નોડલ શ્રી ડૉ અજય પારેખ ,મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ગૌતમ નાયક, જીલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ.દીપક પટેલ, ક્યું એમ.એ.ઓ શ્રી ડૉ.ધર્મેશ પરીખ , ઇ.એમ.ઓ.શ્રી ડૉ.વિક્રમ સોલંકી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.આર.કે પટેલ, તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ સુપ્રિટેન્ડેશ્રી, NCD મેડિકલ ઓફિસરશ્રી, મેડિકલ ઓફિસર શ્રી,તમામ સુપરવાઈઝરશ્રી, અને પેરા મેડિકલ સ્ટાફે હાજરી આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.