गुजरात

રાજકોટમાં શરૂં થયું કોવિડ કેર સેન્ટર, દાખલ થનાર દર્દીઓએ એક પણ રૂપિયો નહીં ચૂકવવો પડે

રાજકોટ: રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં કોરોના મહામારી નો વ્યાપ વધતો જઈ રહ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા લોકોની મદદે આવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં તંત્ર ક્યાંક વામણું સાબિત થઇ રહ્યું છે અને તેના જ કારણે સામાજિક સંસ્થા ઓ આ લડાઈમાં આગળ આવી છે. ત્રીજી મે, 2021 મંગળવારના રોજથી રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ  ઉપર આવેલી એસ.એન.કે સ્કૂલ માં બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટર માં દર્દીઓને દાખલ કરવામાં આવશે. રાજકોટ શહેર અને જિલ્લામાં બની ચૂકેલા કોવિડ કેર સેન્ટરને ટક્કર મારે તે પ્રકારનું કોવિડ સેન્ટર એસ એન કે સ્કૂલ ખાતે બનાવવામાં આવ્યું છે.

દર્દીને કઈ રીતે દાખલ કરી શકાશે?: કોવિડ કેર સેન્ટરની શરૂઆત 50 બેડથી કરવામાં આવશે. દાખલ થનાર દર્દીને સેન્ટર ખાતે સીધા લાવી નહીં શકાય. તે માટે દર્દી અથવા તો તેમના પરિવારજનોએ સેન્ટરના નંબર 63588 45684 પર કૉલ કરવાનો રહેશે. એડમિશન માટેની ફોન લાઈન રોજ સવારે સવારે 8 વાગ્યે શરૂ થશે. સેન્ટરમાં ફોન પર હાજર વ્યક્તિ જે તે દિવસની જેટલા બેડની કેપેસિટી હશે તેટલા જ કૉલ એટેન્ડ કરશે. જો આપ ફોન કરો ત્યારે રેકોર્ડિંગ સાંભળવા મળે તો દર્દી અથવા તેમના પરિજનોએ માનવું કે બેડ ફૂલ થઇ ચૂક્યા છે. જે માટે તેઓ ફરી બીજા દિવસે સવારે આઠ વાગ્યે એડમિશન ફોન લાઈન શરૂ થાય ત્યારે પ્રયત્ન કરી શકે છે. સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અહીં કોઈ પણ જાતનું વેઇટીંગ લીસ્ટ રાખવામાં આવશે નહીં. રોજે રોજ તમામ લોકોને સારવાર કરાવવા માટે ચાન્સ આપવામાં આવશે. સેન્ટર દ્વારા એડમિશન પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવશે.

Related Articles

Back to top button