खास रिपोर्टगुजरात
દહેગામ નગરપાલિકા વિસ્તારમાં પ્રધામંત્રી આવાસનું કામ કરતા હિરેન પટેલ 4000 ની લાંચમાં ACB એ ઝડપ્યો : પાલિકામાં સન્નાટો
ACB ની કાર્યવાહી બાદ પાલિકામાં સન્નાટો
દહેગામ
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આ હિરેન પટેલ લાભાર્થીઓ પાસે પૈસા પડવાતો હોવાની ફરિયાદ ઉઠી – ACB એ કર્મીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી : કાર્યવાહી બાદ પાલિકામાં સન્નાટો
દહેગામ નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હાથ ધરવામાં આવેલા આવાસના કામોમાં લાભાર્થીઓને હિરેન પટેલ દ્વારા યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી પૈસા પડાવવામાં આવતા હોવાની લાંબા સમયથી બૂમો ઊઠી હતી. આ બુમો વચ્ચે આજે ગાંધીનગર એલસીબી ની ટીમે એક કર્મચારીને એકલા એક લાભાર્થી પાસે 4000 ની લાંચ લેતાં રંગેહાથે ઝડપી પાડયો છે. પાલિકા નજીક આ કર્મચારીએ 4000 ની લાંચ લેતા તેને ઝડપી લઇ પાલિકાની કચેરીમાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.