गुजरात

જંબુસર તાલુકાનાં કાવી ગામમાં BSNL નેટવર્ક ના છેલ્લા સાત દિવસ ધાધિય

Anil Makwana

જંબુસર

રીપોર્ટર – ફારૂક સૈયદ કાવી

જંબુસર તાલુકાનાં કાવી ગામમાં બી.એસ.એન.એલ નું નેટવર્ક છેલ્લા સાત દિવસ થી બંધ હાલત માં છે જેના કારણે ગ્રાહકો ના તેમજ બેંકો ઓફિસોમાં કામ થતા નથી થોડાક થોડાક દિવસ પછી નેટવર્ક કામ કરવાનું બંધ કરી દે છે ને ફોન કરી ને પુછવામાં આવે તો બસ કેબલ લાઇન ખોદકામ કરે છે તો કપાઇ જાય છે.
 બી.એસ.એન.એલ એટલે શું
હવે પછી ની પેઢી એવું પુછશે એવું લાગે છે કેમ કે હવે તેના કર્મચારીઓ જ તેને ખતમ કરવાની કોશીશ માં લાગયા છે. આ લખાય રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામ મા લગભગ છેલ્લા સાત દિવસ થઇ ગયા મોબાઈલ નું નેટવર્ક નથી. લેન્ડ લાઈન બંધ છે.બ્રોડબેન્ડ બંધ છે કાવી મા કોઈ કર્મચારી નથી જંબુસર થી કોઈ જવાબ મળતો નથી કોઈ ફોન ઉઠાવતા નથી બધી કોશીસ પછી જયારે કોઈ કર્મચારી ફોન ઉઠાવે છે પાંચ દિવસ પછી ત્યારે જવાબ મળે છે હા અમને બધી ખબર છે અમે શુ કરી શકવાના છે તો હવે પ્રશ્ન એ થાય છે આવા કર્મચારીઓ ને શુ કરવાના. એવું લાગે છે કે આવા કર્મચારીઓ ને ખાનગી કંપની સાથે સાંઠગાંઠ છે? કે બી.એસ.એન.એલ ને ખતમ કરવાની સોપારી લીધી છે આવા કર્મચારીઓ એ ? બીલ મોકલવા મા કેમ વાર નથી લાગતી ?

Related Articles

Back to top button