દહેગામ કોંગ્રેસમાં કામિનીબેન રાઠોડનું પત્તું કપાતા સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સામે રોષ ઠાલવ્યો. હાય હાયના સૂત્રો પોકાર્યા.
દહેગામ
આર.જે. રાઠોડ.
ગાંધીનગર જિલ્લાના દહેગામ ૩૪. વિધાનસભા બેઠક પર કોને ટિકિટ આપવી અને કોને નહીં આપવી તે મામલે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ મુંજવણમાં પડી હતા. આ કોકડું છેલ્લા પાંચ દિવસથી ગુંચવણ ઉભી થતાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના દિગ્ગજ નેતાઓ પણ મુંજવણમાં મુકાઇ ગયા હતા. આ કોકડું ફોર્મ ભરાવવાનો ફક્ત એક દિવસ આડે બાકી રહ્યોં હતો. ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ નિર્ણય લઇ શક્યા ન હતા. દહેગામ ૩૪. વિધાનસભા બેઠક પર ત્રણ ઉમેદવાર ટક્કર પે ટક્કર પર હતા. દહેગામના કામિનીબેન રાઠોડ પૂર્વ ધારાસભ્ય. દહેગામ વખતસિંહ ચૌહાણ બારીયાના છાપરા. અને કડાદરા ગામના કાળુસિંહ બિહોલા. આ ત્રણ ઉમેદવાર હરોળમાં હતા. જેમાં કોંગ્રેસ પાર્ટીએ દહેગામ બારીયાના છાપરાનાં વખતસિંહ અમરાજી ચૌહાણને ટિકિટ ફાળવતાં કામિનીબેન રાઠોડનું પત્તું કપાતાં કોંગ્રેસમાં ભડકો થયો હતો. કામિનીબેન રાઠોડની ઓફિસ ખાતે કામિનીબેન રાઠોડ અને પૂર્વ કોંગ્રેસ શહેર પ્રમુખ ભૂપેન્દ્રસિંહ રાઠોડનાં સમર્થકોએ રાત્રે ભેગા થઇ સમર્થકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને જગદીશ ઠાકોર ચોર છે.અને હાય હાયના સૂત્રો પોકારી રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેવો વિડિયો વાયરલ થયો હતો. ત્યારે કામિનીબેન રાઠોડને સમર્થકો સાથે મિડિયા સમક્ષ આપબીતી જણાવી હતી. અંતિમ દિવસે અપક્ષમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.