गुजरात

ગાંધીનગર : આરોગ્ય કર્મીઓની હડતાલ સમાપ્ત, મંગળવારથી Corona Vaccinationની કામગીરીમાં જોડાઈ જશે

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસના વેક્સીનેશન વચ્ચે પંચાયત વિભાગના આરોગ્ય હસ્તકના કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર હતા. એક તરફ આજે 25મી જાન્યુઆરીએ સાંજે 6.00 વાગ્યા સુધીમાં રાજ્યમાં 92 હજાર કરતા વધુ કોરોના વૉરિયર્સને વેક્સીન અપાઈ ચુકી છે ત્યારે આ હડતાલ સમેટવા અને તેમને વેક્સીનેશનની કામગીરીમાં જોતરવા માટે સરકાર પ્રયત્નશીલ હતી. ત્યારે કર્મચારીઓએ દ્વારા આ હડતાલ બિન શરતી પાછી ખેંચવામાં આવી છે.

તેઓ આવતીકાલથી ફરજ પર હાજર થઇ જશે અને કોરોનાની વેક્સીન આપવાની કામગીરીમાં જોડાઇ જશે તેવી જાહેરાત તેમના પ્રતિનિધિઓએ મીડિયા સમક્ષ આજે કરી છે. આજે મોડી સાંજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જ્યંતિ રવી, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નિર્ણય તેઓએ લીધો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહ્યું કે, ‘અગાઉ પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓ આરોગ્ય અગ્ર સચિવ અને કમિશનર સાથે બેઠક બાદ પણ હડતાલ ચાલુ રાખી હતી ત્યારે કર્મચારી સંઘના આગેવાનો દ્વારા આજે બેઠક યોજવા સમય માંગ્યો હતો. જેને ધ્યાને લઇને આજે આ બેઠક યોજાઇ હતી. તેમના ઘણા વર્ષો જુના પ્રશ્નોના નિરાકરણ કરવા તેઓએ વિનંતી કરી હતી’

Related Articles

Back to top button