गुजरात

કોરોના વાયરસ ડેથ રેટમાં અમદાવાદ શહેર દિલ્હી અને મુંબઇથી પણ આગળ

અમદાવાદ : ભારતમાં આ સમયે કોરોના વાયરસનો પ્રકોપ દિલ્હી અને મુંબઈથી સૌથી વધારે છે. ભારતમાં કોરોનાના કુલ મામલામાંથી 20 ટકા કેસ તો માત્ર મુંબઇનાં છે. પરંતુ ભારતમાં પ્રતિ દસ લાખની આબાદીમાં સૌથી વધુ મોત ગુજરાતનાં અમદાવાદમાં થઇ છે. આટલું જ નહીં પ્રતિ સો કોરોના મામલા (કેસ ફેટલિટી રેટ -CFR) પર સૌથી વધુ મૃત્યું પણ અમદાવાદમાં છે.

અમદાવાદ કોરોનાથી મોતનાં મામલામાં સૌથી આગળ

પ્રતિ દસ લાખની વસ્તી પર ડેથ રેટના મામલામાં અમદાવાદ પછી બીજો નંબર મુંબઇનો આવે છે. દેશનાં તમામ મેટ્રો શહેરોમાં ડેથ રેટનાં મામલામાં સૌથી વધારે સ્થિતિ બેંગ્લુરૂની છે. શહેરમાં પ્રતિ દસ લાખ વસ્તીમાં કોરોના ડેથ રેટ માત્ર એક છે. જ્યારે પ્રતિ સો કોરોના મામલોમાં સૌથીઓછો ડેથ રેટ ચૈન્નઇનો છે. અહીં પ્રતિ સો કોરોના મામલામાં ડેથ રેટ 0.9 ટકા છે.

શહેરમાં ઓછા ટેસ્ટ થઇ રહ્યાં છે?

વિશેષજ્ઞો પ્રમાણે, કેસ ફેટલિટી રેટ ઓછો થવો વૃહદ સ્તર પર ટેસ્ટિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગનું પરિણામ છે. જે જગ્યાએ ટેસ્ટિંગની સ્પીડ વધારે હોય છે તે જગ્યાઓ પર કેસ ફેટલિટી રેટ ઓછો કરી શકાય છે. અમદાવાદનું કેસ ફેટેલિટી રેટ વધારે (6.9) હોવા પાછળ કોરોના ટેસ્ટિંગની સંખ્યા ઓછી હોવાનું જણાવવામાં આવે છે.

Related Articles

Back to top button