गुजरात
શેફાલી સિનેમાં ફિલ્મ જોવા આવેલાં યુવકને થિયેટરમાં માવો લઈ જતાં અટકાવતાં સિક્યોરીટી ગાર્ડ પર 4 શખ્સોનો હુમલો
કડી શહેરના થોળ રોડ પર આવેલાં શેફાલી સિનેમાં ગઈરાત્રિના ફિલ્મ જોવા આવેલાં યુવકને થિયેટરમાં માવો લઈ જતાં અટકાવતાં સિક્યોરીટી ગાર્ડ પર ચાર શખસે જીવલેણ હુમલો કરી તીક્ષ્ણ હથિયારો વડે નજીકની હોટલમાં તોડફોડ કરી ધાકધમકી આપી દુકાનો બંધ કરાવી ચાની કીટલી ચલાવતાં યુવાનને મારપીટ કરી ઈજા પહોંચાડી હુમલાખોર શખસો પલાયન થઈ ગયા હતા. આ અંગે ઈજાગ્રસ્ત યુવાને કડી પોલીસને જાણ કરી હતી. પોલીસે જાણવાજોગ નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી હતી.મહેસાણા જિલ્લાના કડી શહેરમાં અસામાજિક તત્વોની દાદાગીરી અને સામાન્ય બાબતોમાં તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ધાકધમકી આપવાના બનાવો પોલીસના ડર વગર વધી રહ્યાં છે.