गुजरात
ગુજરાત પોલીસનું ટ્વીટર હેન્ડલ થયું હેક: ઇલોન મસ્ક લખી દીધું હતું
ગુજરાત પોલીસનું ટ્વીટર હેન્ડલ કોઇ હેકર્સ દ્વારા હેક કરાયું હતું. જેમાં હેકર્સે ટ્વીટર હેન્ડલ પર ગુજરાત પોલીસના બદલે ઇલોન મસ્ક લખી દીધું હતું. જો કે ટ્વીટને એડીટ કરી નહોતી. જો કે બાદમાં ટ્વીટર એકાઉન્ટને રીકવર કરી દેવાયું હતું. આ અગે અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે આ ટ્વીટર હેન્ડલ ગાંધીનગર ડીજીપી ઓફિસથી મેેનેજ કરવામાં આવે છે. જેથી અંગે હાલ કોઇ માહિતી નથી પણ સાયબર એક્સપર્ટ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે નુુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનને પગલે ઇન્ડોનેશિયા અને મલેશિયાના હેકર્સ ગુ્રપ દ્વારા ભારત પર સાયબર એટેક કરીને અને મહત્વને ડેટા લીક કરાયા હતા. જેથી આ પણ સાયબર એટેક હોવાની શક્યતા જોવામાં આવી રહી છે.