गुजरात

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 54 ટકાથી વધુ વરસાદ, કપરાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 54 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 10 ઇંચ સહિત રાજ્યના અન્ય 65 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. જ્યારે રાજ્યના અન્ય 28 તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છેરાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 15 જુલાઇ 2022ના રોજ સવારે 6:00 કલાકે પૂરા થતાં 24 કલાક દરમિયાન નીચે મુજબનો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. અનેક જગ્યાએ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજ્યનો કુલ સરેરાશ 54 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 98.29 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 69.34 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 55.12 ટકા, પૂર્વ ગુજરાતમાં 42.08 ટકા અને ઉત્તર ગુજરાતમાં 29.32 ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

Related Articles

Back to top button