વડાપ્રધાન મોદીએ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે બનેલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પ્રારંભ કરાવ્યો
ભારતને પણ ફાઈનાન્શિયલ સેક્ટરમાં ટોચનું સ્થાન અપાવવાના ધ્યેય સાથે આકાર પામી રહેલ ગિફ્ટ સિટીમાં આજે એક નવો આયામ સર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે બનેલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પ્રારંભ કરાવ્યો છે.આ સાથે પીએમ મોદીએ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ના ભવન માટે આજે ભૂમિપૂજનમાં પણ ભાગ લીધો હતો. પીએમ મોદી ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBC)ના લોકાર્પણની સાથે NSC (નેશનલ સ્ટોક એક્સચેન્જ)નું પણ ઉદ્ઘાટન કર્યું હતુ. આ સિવાય ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (GIFT) સિટી ખાતે આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર(IFSC) અને સિંગાપોર એક્સચેન્જ (SGX) કનેક્ટ પ્લેટફોર્મની પણ શરુઆત કરી હતી. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી આવતીકાલના ફાઈનાન્શિયલ ભારતની રૂપરેખા રજૂ કરી હતી. મોદીએ કહ્યું કે ભારત હવે અમેરિકા, બ્રિટન અને સિંગાપોર જેવા વૈશ્વિક નાણાકીય હબ ગણાતા દેશો સાથે તાલથી તાલ મિલાવી રહી છે. ગ્લોબલ ફાઈનાન્શિયલ હબમાં તીવ્ર ઝડપે આગળ વધી રહેલ ગિફ્ટ સિટી ભારે હરિફાઈ આપી રહ્યું છે.ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાંની એક છે અને તેણે એવી સંસ્થાઓનું નિર્માણ કરવું જોઈએ જે તેની વર્તમાન અને ભવિષ્યની ભૂમિકાઓ પૂરી કરી શકે. આજની આ સિદ્ધિઓ માટે હું દેશના લોકોને અભિનંદન આપું છું તેમ મોદીએ ઉમેર્યું હતુ