गुजरात

1 મેથી 18થી 45 વર્ષનાં વ્યક્તિને ફ્રીમાં મળશે કોરોનાની રસી, આ રીતે કરાવો નોંધણી

ગુજરાત સહિત દેશભરમાં પહેલી મેથી કોરોના રસીકરણ અભિયાનનો ત્રીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. જેમાં 18થી 45 વર્ષના લોકો માટે રસીની જાહેરાત કરાઈ છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં રસી મફત કરી દેવામાં આવી છે. આ તબક્કામાં ઓનલાઇન રજીસ્ટ્રેશન  ફરજિયાત  છે, અને એક સમયે માત્ર એક વ્યક્તિનું રજીસ્ટ્રેશન થઈ શકશે. તો આજથી એટલે 28મી એપ્રિલથી તમે રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. નામની નોંધણી અને એપોઇમેન્ટ વગર રસી આપવામાં આવશે નહીં. તો આપણે જોઇએ કે, કોરોના રસી લેવા માટે કઇ રીતે રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

આ અંગે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોને પત્ર લખીને આ અંગે માહિતી આપી હતી. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, 18થી 45 વર્ષની વયના લોકો માટે કોવિન વેબ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું અને રસીકરણ માટે સમય કાઢવો ફરજિયાત રહેશે. આ જ કારણ છે કે, રસીકરણ કેન્દ્રમાં શરૂઆતમાં નોંધણીની મંજૂરી નથી.

ક્યાં રજિસ્ટ્રેશન કરાશે?

કોવિન પોર્ટલ અને આરોગ્ય સેતુ એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

આરોગ્ય સેતુ એપ પર કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન?

આરોગ્ય સેતુ એપ પર તમને નું ડેશબોર્ડ દેખાશે. ત્યાં ક્લિક કર્યા બાદ તમારે લોગઈન/રજિસ્ટર પર ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે મોબાઈલ નંબરને નાખવાનો રહેશે. તમારા નંબર પર ઓટીપી આવશે જેને એન્ટર કરવાથી તમારો મોબાઈલ નંબર વેરિફાય થશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો બીજો તબક્કો શરૂ થશે. તમારે તમારું નામ, જન્મતિથિ, જેન્ડર જેવી બેઝિક ડિટેલ્સ ભરવાની રહેશે. ત્યારબાદ તમને એક પેજ દેખાશે જેના પર તમે વધુમાં વધુ 4 અન્ય લાભાર્થીઓને તે મોબાઈલ નંબરથી જોડી શકો છો. ત્યારબાદ જેવો તમે તમારો પિનકોડ નાખશો કે તમારી સામે વેક્સિનેશન સેન્ટરોની યાદી ઓપન થશે. તેમાંથી તમે તમારું મનગમતું સેન્ટર પસંદ કરો. તમને રસીકરણ ડેટ અને ટાઈમિંગની જાણકારી મળી જશે.

Related Articles

Back to top button