मनोरंजन

મહારાણી અહિલ્યાબાઈની બાયોપિક માટે હોડમાં અનુષ્કા શેટ્ટી મોખરે | Anushka Shetty in the running for Maharani Ahilyabai’s biopic



– દીપિકા, પ્રિયંકાનાં નામ પણ વિચારાયાં હતાં

– યુપી તથા એમપીમાં શૂટિંગ થશે, વધુ  કાસ્ટની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે

મુંબઇ : મહારાણી અહિલ્યાબાઈ હોલકરની બાયોપિક બની રહી છે. તેમાં અહિલ્યાબાઈની મુખ્ય ભૂમિકાની હોડમાં હાલ અનુષ્કા શેટ્ટી મોખરે હોવાનું કહેવાય છે. 

આ રોલ માટે અગાઉ દીપિકા પાદુકોણ તથા પ્રિયંકા ચોપરા સહિતના નામો વિચારાયાં હતાં. પરંતુ, હવે ફિલ્મ સર્જક દેવ મનોરિયાએ કન્ફર્મ કર્યું છે કે તેઓ અનુષ્કા શેટ્ટીના સંપર્કમાં છે. 

ફિલ્મની બાકીની કાસ્ટની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. 

દેવ મનોરિયા પોતે ફિલ્મમાં મહારાણીના પતિ ખંડેરાવ હોલ્કરનું પાત્ર ભજવશે. ફિલ્મનું શૂટિંગ યુપી તથા  એમપીના અનેક વિસ્તારોમાં થશે. 



Source link

Related Articles

Back to top button