રાજ્યમાં ચશ્માંની દુકાનો ખુલી તો અન્ય વેપારીઓએ કહ્યું, ‘અમારો શું વાંક?’

મેડિકલ સ્ટોરની જેમ ચશ્માની દુકાન ચાલુ રાખવા આદેશ આપી દેવામાં આવ્યા છે. મહામારીને પગલે રાજ્ય સરકારે કેટલાક વ્યવસાયને ચાલુ રાખવા માટે આદેશ આપ્યા છે તો કેટલાક વ્યવસાયને બંધ રખાયા છે. અમદાવાદ ઓપ્ટિકલ અસોશિએશનને ચશ્માની દુકાન ચાલુ રહે તેવી રજૂઆત કરી હતી. જેથી સરકારે ઓપ્ટિકલની દુકાનોને ચાલુ રાખવા આદેશ આપ્યો છે કે, અનુસાર પેરામેડિકલમાં આવતી કાલથી દુકાનો બંધ નહીં કરાવી શકાય તેમ જ તેમના સ્ટાફને રસ્તામાં પોલીસવાળા પણ ન રોકે તેવા આદેશ આપવામાં આવ્યા છે.
તાજેતરમાં કેટલાક વિસ્તારોમાં ઓપ્ટિકલ વેપારીઓ સામે 188ની કલમ લગાવી કેસ કર્યા હતા. જે બાદ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ઓપ્ટિકલ એસોસિએશનના પ્રમુખ કાંતિભાઈ માલીના જણાવ્યા અનુસાર, ચશ્મા માટેની મશીનરીએ પેરા મેડિકલના સાધનોમાં આવે છે.
આ અંગે એસોસિયેશન દ્વારા 28 એપ્રિલથી ગૃહ વિભાગને જાણ કરવામાં આવી હતી. લગભગ 5 વખત પત્ર લખ્યાં બાદ ગૃહ વિભાગ દ્વારા પરવાનગી આપવામાં આવી હતી. આ અંગે એસોસિએશનના સેક્રેટરી યોગેશ પટેલ દ્વારા જણાવ્યું કે, અમે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના આભારી છીએ. જેમને એમને વેપાર માટે આ પ્રકારે પરવાનગી આપી છે.