गुजरात

GPSCની PIની પરીક્ષાનું પરિણામ જાહેર, જાણો કઈ કેટેગરીમાં મહિલા-પુરૂષ ઉમેદવારો માટે કેટલા છે કટ ઓફ માર્ક્સ ?

ગાંધીનગરઃ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા લેવાયેલી બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા અયોગે પરિણામ જાહેર કર્યું તેમાં 40 ઉમેદવારો પોલીસ ઇન્સ્પેકટર પરીક્ષામાં પાસ થયા હોવાનું જાહેર કરાયું છે જ્યારે 12 ઉમેદવારોનો વેઈટિંગ લિસ્ટમાં સમાવેશ કરાયો છે.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા લેવાયેલી બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષામાં પુરુષ ઉમેદવારો માટે જનરલ કેટેગરીમાં 418.5 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે જ્યારે મહિલા વર્ગમાં જનરલ કેટેગરીમાં 391.25 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે. આ ઉપરાંત આર્થિક રીતે પછાત વર્ગમાં પુરુષ કેટેગરીમાં 410.75 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે જ્યારે આર્થિક રીતે પછાત વર્ગની કેગેટરીમાં

આ ઉપરાંત સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના પુરુષ ઉમેદવારો માટે 398.25 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે જ્યારે સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગની મહિલા ઉમેદવારો માટે 362.75 કટ ઓફ માર્ક હોવાનું જાહેર કરાયું છે.

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા લેવાયેલી બિન હથિયારધારી પોલીસ ઇન્સ્પેકટરની પરીક્ષામાં SC ઉમેદાવારોમાં પુરુષો માટે 394.25 કટ ઓફ માર્ક, SC મહિલા ઉમેદવારો માટે 359.75 કટ ઓફ માર્ક છે. આ ઉપરાંત ST પુરુષ ઉમેદવારો માટે 341 કટ ઓફ માર્ક અને ST મહિલા ઉમેદવારો માટે 354 કટ ઓફ માર્ક છે.

અમદાવાદ શહેરમાં નાગરિકો સાથે ગેરવર્તન કરનારા TRB જવાનોની દાદાગીરી ચાલશે નહીં. છેલ્લા એક વર્ષમા અમદાવાદમાં 700 ટીઆરબી જવાનને છૂટા કરવામાં આવ્યા છે. 30 નવેમ્બરે વધુ 700 જવાનોની ભરતી કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં 700 TRB જવાનની ભરતી કરાશે કેમ કે, છેલ્લા એક વર્ષમાં જ સતત ગેરહાજર રહેનારા અને નાગરિકો સાથે ગેરવર્તન કરનારા 700 TRB જવાનને છૂટા કરાયા છે. નોંધનીય છે કે અમદાવાદ સહિત રાજ્યભરમાં TRB જવાનોની ગેરવર્તણૂકને લઈ વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે.

અમદાવાદમાં અત્યારે કુલ ૧૭૫૦ ટ્રાફિક બ્રિગેડના જવાનો કાર્યકરત છે. છેલ્લા ૧ વર્ષ માં ૭૦૦ જેટલા ટ્રાફિક બ્રિગેડ જવાનોને છૂટા કરાયા છે. ૩૦૦ રૂપિયાના દૈનિક પગાર લેખે ૨૮ દિવસનો ટીઆરબી જવાનને પગાર આપવામાં આવે છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ ટ્રસ્ટ દ્વારા TRB જવાનોને પગાર ચૂકવવા આવે છે. જે 700 TRB જવાનોની ભરતી કરવામાં આવશે તેમાં પુરુષ માટે ૮૦૦ મીટર ૧૯૦ સેકંડમાં દોડ પૂરી કરવાની હોય છે. મહિલા માટે ૪૦૦ મીટરની દોડ ૧૦૫ સેકંડમાં પૂરી કરવાની હોય છે.

Related Articles

Back to top button