હર ઘર તિરંગા હેઠળ આવતીકાલે મુખ્યમંત્રી પટેલ સુરતમાં તિરંગા યાત્રા કાઢશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલી હર ઘર તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે આવતીકાલ ગુરૂવારે ગુજરાતના મુખ્યમંત્રી સુરત આવશે અને બે કિલોમીટરની યાત્રા કરશે. સુરતમાં વસતા અન્ય રાજ્યોના લોકો પોતાની સાંસ્કૃતિક પરંપરા સાથે જોડાશે અને ગીત અને સંગીત અને નૃત્યુના ગ્રૂપ ડાન્સ સાથે કાર્નિવલ જેવો માહોલ ઉભો કરવામાં આવશે,. આગામી તા ૧૩ મી થી ૧૫ મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમ ઉજવણીને પ્રોત્સાહન માટે આવતી કાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરત આવી રહ્યાં છે. હર ઘર તિરંગા કાર્યક્રમના લોન્ચીંગ સાથે મુખ્યમંત્રી તિરંગો હાથમાં લઈને રાહુલરાજ મોલથી કારગીલ ચોક પીપલોદ સુધી પદ યાત્રા કરશે. બે કિલોમીટરની પદયાત્રામાં પંદરેક હજાર લોકો ભેગા થાય તેવું આયોજન થઈ રહ્યું છે. સુરતના લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમથી કારગીલ વિજય ચોક સુધીની યાત્રાની સાથે રસ્તાની બન્ને બાજુ હજારો યુવાનો, નાગરિકો, અને મીની ભારત એવા સૂરતમાં વસવાટ કરતાં અન્ય રાજ્યો ના લોકો પોતાના પ્રદેશના પોશાક પહેરીને મુખ્યમંત્રીનું અભિવાદન કરાશે. આ ઉફરાંત વિવિધ સાંસ્કૃતિક, સામાજિક સંસ્થાઓ દ્વારા નૃત્ય ગ્રૂપ, ડાન્સ, ડાન્સ, સંગીત સાથે જોડાશે અને કાર્નિવલ જેવો માહોલ ઉભો કરાશે.