શ્રાવણની સાથે જ તહેવારોની મોસમ શરૂ: મીઠાઈની દુકાનો પર સુરત પાલિકા આરોગ્ય વિભાગે પાડ્યા દરોડા
શ્રાવણ માસની શરૂઆત સાથે જ તહેવારોની મોસમ શરુ થઈ છે ત્યારે સુરત મ્યુનિ.નું આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે. આગામી દિવસમાં રક્ષા બંધનનો તહેવાર હોય તેમાં મીઠાઈનો મોટા પાયે ઉપયોગ થતો હોય આજે પાલિકાના ફુડ વિભાગે શહેરમાં માવાનો સપ્લાય કરતી દુકાનો પર દરોડા પાડીને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી હતી. શહેરની જુદી જુદી 24 દુકાનોમાંથી સેમ્પલ લઈને ફૂડ લેબોરેટરી માં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા. પાલિકાના ફૂડ વિભાગે 13 ટીમ બનાવી હતી ભાગળ માવા બજારમાં આજે મોબાઈળ ફુડ ટેસ્ટીંગ વાન પણ ઉતારવામા આવી હતી. આ મોબાઈલ ફુડ ટેસ્ટીંગ વાનમાં દસેક દુકાનોના માવાના સેમ્પલની ચકારણી કરવામા આવી હતી પરંતુ તેમાં કોઈ ખામી જોવા મળી ન હતી. ત્યાર બાદ ફુડ વિભાગની ટીમ જુદા જુદા ઝોનમાં માવાનં વેચાણ કરતી સંસ્થાઓમાં પહોંચી હતી. પાલિકાના ફુડ વિભાગની ટીમે 24 જેટલા સેમ્પલ લઈને ચકાસણી માટે ફૂડ લેબોરેટરીમા મોકલી આપ્યા હતા.