વલસાડ : ACBની રેડમાં લાંચિયો ક્લાર્ક અને વહીવટદાર ઝડપાયા, દાખલો કાઢવા 2000 રૂપિયા માંગતા ‘ખેલ ખલાસ’
વલસાડ : રાજ્યમાં એન્ટી કરપ્શન બ્યૂરો એક્શન મોડમાં હોય તેવું જણાઈ રહ્યું છે. દરમિયાન આજે પણ એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા લાંચ લેતા એક વર્ગ-3ના ક્લાર્ક અને તેના લાંચિયા વહિવટદારને ઝડપી પાડ્યો છે. બનાવની વિગત મુજબ પારડી તાલુકા સેવા સદનના કારકૂન કિર્તી ઇશ્વર પટેલે ખાતદેરા પણાનો દાખલો કાઢવા માટે રૂપિયા 2000ની લાંચ માંગી હતી. આ લાંચની માંગણી બદલ એક જાગૃત નાગરિકે એસીબીને ફરિયાદ કરી હતી.ડેમાં વલસાડ ડાંગ એસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી.
પારડી તાલુકા સેવા સદનમાં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારી કારકુન કીર્તિ કુમાર ઈશ્વર ભાઈ પટેલ તથા વચેટીયો ગીરીશ ભાઈ નગીનભાઈ પરમારે તાલુકા સેવા સદન પારડી ખાતે દાર પણા ના દાખલો મેળવવા માટે અરજી કરેલ હોય તે અરજીનાં આધારે દારપણાનો દાખલો લેવા માટે આરોપી કારકૂનનો સંપર્ક કર્યો હતો.
કારકૂને વચેટીયાનો સંપર્ક કરવા જણાવતા ફરિયાદીએ લાંચ માંગી હોવાથી એસીબીનો સંપર્ક કરી વચેટીયાને લાંચ આપી હતી. જેથી એસીબીના છટકામાં આરોપી પકડાઈ ગયા હતાં. આરોપીએ વહીવટી શાખા,તાલુકા સેવા સદન,પારડી ખાતે લાંચ સ્વિકારી હતી.