गुजरात

ભારે વરસાદને પગલે અમીરગઢ-રાજસ્થાન બોર્ડર નજીક જીપ પાણીમાં પલટી જતા 10 લોકો તણાયા

અમદાવાદઃ થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને જગ્યાએ કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે તો ક્યાંક અકસ્માત પણ જોવા મળ્યા છે. અમીરગઢ-રાજસ્થાન બોર્ડર નજીક પણ ભારે વરસાદને કારણે જીપ પાણીમાં પલટી જતા 10થી વધુ લોકો તણાયા હતા. જોકે તેમામ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ ડેરી ગામથી આબુરોડ જતી જીપ નદીમાં પલટી ગઈ હતી. જેમાં જીપમાં સવાર લોકોમાંથી 10થી વધુ લોકો તણાયા હતા. જો કે સ્થાનિકોની મદદથી તમામ મુસાફરોનો બચાવી લેવામાં આવ્યા હબતા અને તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યના દક્ષિણ-પશ્ચિમથી દક્ષિણના પવનો પ્રવર્તી રહ્યા હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળ છાયુ વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડી શકે છે.

બીજી બાજુ રવિવારે રાજ્યમાં 36.4 ડિગ્રી સાથે વડોદરા સૌથી ગરમ શહેર રહ્યું. અમદાવાદમાં પણ 2 દિવસ દરમિયાન છુટો છવાયો વરસાદ વરસી શકે છે. જે ખેડૂતો માટે ચિંતાની બાબત છે.

નોંધનીય છે કે, ગઈકાલે ઉકળાટની વચ્ચે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. અમરેલીના સાવરકુંડલા, જાફરાબાદ, ખાંભા,રાજુલા અને ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Related Articles

Back to top button