गुजरात
કચ્છ માં મેંઘ મહેર વરસાદ ની આગાહી અને અસહ્ય બફારો થકી આજે કચ્છ જિલ્લો વરસાદ થી તરબોળ થઇ ગયો.
Anil Makwana
ભુજ
રીપોટર – કેતન સોની
કચ્છ માં મેંઘ મહેર વરસાદ ની આગાહી અને અસહ્ય બફારો થકી આજે કચ્છ જિલ્લો વરસાદ થી તરબોળ થઇ ગયો. છેલ્લા બે દિવસ થી વરસાદી માહોલ વચ્ચે આજે બારે મેંઘ ખાંગા થયાં હતા. નદી નાળા અને અનેક ડેમ માં નવા નિર આવતા પ્રકૃતિ પ્રેમી કચ્છ ની પ્રજા ખુશ ખુશાલ થઇ હતી અને મોંઘેરા મહેમાન ને આવકાર કરવા ભીંજાય ગયા હતા. તો ક્યાંક અતિશય વરસાદ થી મુશ્કેલી નો સામનો પણ કરવો પડ્યો હતો. આવી મેંઘ મહેર ખેડૂતો માં ખુશી ની લહેર જોવા મળી હતી. અનેક જગા એ રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા થોડા સમય માટે વાહનો ની અવર જવર પણ બંધ કરવો પડ્યો હતો. માંડવી અને મુન્દ્રા માં અનરાધાર વરસાદી પાણી માં અનેક પશુ પણ તણાઈ ગયા હતા