गुजरात

સરસ્વતી નદીને 365 દિવસ વહેતી રાખવા માટે ધારાસભ્ય ચંદનજી ઠાકોર તેમજ તાલુકા / શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિદ્ધપુર મામલતદારને આવેદન પત્ર આપ્યું

સિદ્ધપુર

અનિલ મકવાણા

આજ રોજ સિદ્ધપુર પ્રાંત કચેરી ખાતે સિદ્ધપુર ધારાસભ્ય માન ચંદનજી ઠાકોર સાહેબ તથા સિદ્ધપુર તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સિદ્ધપુર સરસ્વતી નદીને 365 દિવસ વહેતી રાખવા માટે તેમજ ખેડૂતોને બોરવેલના સ્તર ઊંચું આવે અને આજુબાજુના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળે અને સિદ્ધપુર એ પવિત્ર ધામ ગણાય છે માતૃશ્રાદ્ધ તર્પણ વિધિ માટે દેશભરમાંથી હજારો લોકો આવે છે તે શ્રધ્ધાળુની લાગણીઓ ના દુભાય તથા નદીમાં પાણી ન છોડવાનાં કારણે જંગલી ગાંડા બાવળો ઊગી નીકળેલ છે. ચેકડેમ નદી ના બદલે જંગલ હોય તેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે માટે આજ રોજ સિદ્ધપુર તાલુકા તથા શહેરના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીશ્રી ને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી જો આવનાર સમયમાં જો પાણી છોડવામાં નહીં આવે તો લોકડાઉન પૂર્ણ બાદ સિદ્ધપુર ધારાસભ્યશ્રી ના જણાવ્યા મુજબ ૧૦ હજાર કરતા વધારે ખેડૂતો સાથે આંદોલન કરવામાં આવશે. સમસ્ત કાર્યક્રમ માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રીશ્રી ઇબ્રાહિમભાઈ ચારોલીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સહમંત્રીશ્રી દશરથભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી હમીદભાઈ મોકણોજીયા, તાલુકા પંચાયત પ્રમુખ કાંતિજી ઠાકોર, શહેર પ્રમુખ શ્રી હર્ષદભાઈ પાધ્યા, ગુજરાત પ્રદેશ મહિલા મંત્રી જયાબેન શાહ, શહેર પ્રભારી બીપીનભાઈ દવે, અમરસિંહ ઠાકોર, દીપકભાઈ બારોટ, માઇનોરિટી પ્રમુખ યુનુશભાઈ શેખ, પ્રકાશજી ઠાકોર, પ્રવિનજી ઠાકોર, રતિલાલ બારોટ વગેરે જેવા કાર્યકરોએ હાજરી આપી આવેદન પત્ર આપ્યું.

Related Articles

Back to top button