गुजरात

સુરત : વરાછાના હાર્દિક પટેલ-ઉધનાના મોન્ટુએ મંગાવ્યું હતું 23.42 લાખનું ચરસ, પોલીસે કરી ધરપકડ

સુરત એસઓજીએ હિમાચલ પ્રદેશથી ચરસ લાવી કારમાં સુરતમાં ઘુસાડવાના રેકેટનો (Racket) પર્દાફાશ કરી મહિલા સહિત ત્રણને રૂ.23.42 લાખના 4.684 કિગ્રા ચરસ સાથે ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં હિમાચલ પ્રદેશથી ચરસ મંગાવનાર વરાછાના શેરબ્રોકર અને ઉધનાના બેકાર યુવાનની પણ એસઓજીએ ધરપકડ કરી છે આ સમાગર મામલે મોટો ભાડા ફોડ કર્યો હતો.

સુરત એસઓજીએ મંગળવારે મોડીસાંજે મોટા વરાછા અબ્રામા પોલીસ ચેક પોસ્ટ પાસેથી અમદાવાદ પાસીંગની કારમાં સુરતમાં પ્રવેશી રહેલા અતુલ સુરેશભાઈ પાટીલ , જેનિશ શંભુભાઈ ખેની અને તેની સાથે બેસેલી દલસુખભાઈ ચોડવડીયાની પુત્રી નિકિતા ની પોલીસે ધરપકડ કરી હતી ત્યારે ગાડીમાં બેસેલા જેનીશ પાસેથી રૂ.23.42 લાખની કિંમતનું 4.684 ગ્રામ ચરસ ઝડપી પાડી રૂ.34.62 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેયની ધરપકડ કરી હતી.

ત્રણેય હિમાચલ પ્રદેશ ચરસ લેવા ગયા હતા અને સુરતમાં ઉધનાના જીગ્નેશ ઉર્ફે મોન્ટુ અને વરાછાના હાર્દિક પટેલને આપવાના હતા.ત્રણેયની કબૂલાતના આધારે એસઓજીએ જીગ્નેશ ઉર્ફે મોન્ટુ અને હાર્દિક પટેલની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન, એસઓજીએ ઇચ્છાપોર જેમ્સ એન્ડ જવેલરી પાર્ક ખાતે નવા બંધાતા બિલ્ડીંગ પાસેથી હાલ બેકાર જીગ્નેશ ઉર્ફે મોન્ટુ ઉર્ફે માસા કિરીટભાઈ પટેલને જયારે વરાછા વૈશાલી સિનેમા રોડ જુના સોના એપાર્ટમેન્ટ પાસેથી શેરબ્રોકર હાર્દિક ઈશ્વરભાઈ પટેલ ને ઝડપી પાડી બંને ઈસમોની પૂછપરછ કરતા તેમને કરેલા ગુનાની કબૂલાત કરતા પોલીસે બંનેવ આરોપીને ધરપકડ કરી.અમરોલી પોલીસને સોંપ્યો હતો.

Related Articles

Back to top button