गुजरात

કાનમેર ગામે થયેલ હત્યાના ગુનાના આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને પકડી પાડતી આડેસર પોલીસ

આડેશર. કચ્છ

રિપોર્ટર. કાંતિલાલ સોલંકી

મે પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ.શ્રી ડી.એમ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ ગત તા .૧૨ / ૦૮ ૨૦૨૧ ના રોજ કાનમેર ગામના બાપા સિતારામ ચોક પાસે બે જુથો વચ્ચે જુથ અથડામણ થયેલ જેમાં કાનમેર ગામના એક યુવાનની હત્યા થતા આ બનાવના આરોપીઓને સત્વરે પકડી પાડવા કડક સુચના આપેલ હોઇ . જે અન્વયે પો.સ.ઇ.શ્રી વાય.કે.ગોહિલ નાઓને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે -આડેસર પો.સ્ટે . પાર્ટ “ એ ” ગુ.ર.નં .૧૧૯૯૩૦૦૫ ૨ ૧૦૨૪ ૩/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૦૨ વિ.મુજબના ગુના કામેના આરોપીઓ પૈકી ત્રણ આરોપી કાનમેર ગામની પાશીયાવાડ સીમમાં આવેલ આરોપી બચુભા વનુભા જાડેજાની વાડી ઉપર હાજર છે . ” જે બાતમી હકિકત આધારે સદરહુ જગ્યાએ જઈ ત્રણેય આરોપીઓને તુરત જ પકડી રાઉન્ડ અપ કરેલ છે . તેમજ હાલમાં ચાલી રહેલ કોરોના વાયરસના અનુસંધાને ( covid – 19 ) ટેસ્ટ માટેની કાર્યાવાહી ચાલુમાં છે .

પકડાઇ જનાર આરોપી :

( ૧ ) બચુભા વનુભા જાડેજા , ઉ.વ .૪૫ , રહે . કાનમેર , તા.રાપર

( ૨ ) જયરાજસિંહ ભઇસાહબસિંહ જાડેજા , ઉ.વ .૨૦ રહે . કાનમેર , તા.રાપર

( ૩ ) સાહેબસિંહ ખુમાણસિંહ જાડેજા , ઉ.વ .૩૦ , રહે . કાનમેર , તા.રાપર

કામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારી :

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેકટર શ્રી વાય.કે.ગોહિલ તથા આડેસર પોલીસ સ્ટાફએ સાથે રહીને કરેલ . છે ‘

Related Articles

Back to top button