આમોદ તાલુકાના ઘમણાદ ગામે આમોદ ડી.જી.વી.સી.એલ ની ગંભીર બેદરકારી ના કારણે ગામના મહિલા સરપંચે માટલા લઈ અંદાજીત 1 કિલોમીટર દૂર સુધી પાણી ભરવા ની મુશ્કેલી પડી હતી..
Anil Makwana
આમોદ
રિપોર્ટર – જાવીદ મલેક
આમોદ તાલુકાના ઘમણાદદ ગામના ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રસિંહ રાજના જણાવ્યા મુજબ ગમનાદ ગામમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી વોલ્ટેજ ને લઈ અવાર નવાર લાઈટો જાય છે, જેને લઈ ગામમાં પાણી ની મોટી સમસ્યાઓ હોવાને કારણે સમગ્ર ગામમાં પાણી ન અપાયું હતું,ગામની મહિલા ઓ ને 1 કિલોમીટર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હોય છે જે સંદર્ભે આમોદ ડીજીવીસીએલના સાહેબને લેખિતમાં ફરિયાદ કરી હતી પરંતુ ડીજીવીસીએલના અધિકારીઓ વાત ધ્યાને ન લેતા આજરોજ રૂબરૂ રજૂઆત કરવા ગયા હતા પરંતુ આમોદ ડીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર અંકિત પટેલ GEB ઉપર હાજર ન હતા અને આમોદ ડીજીવીસીએલના કર્મચારીઓને ગામ ઉપર સમસ્યાનું નિરાકરણ માટે મોકલેલ હતા તેમ છતાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ગામ ઉપર સમસ્યાનું નિરાકરણ ન આવતા નાછૂટકે ગામ લોકો ત્રાહિમામ પોકારી ડીજીવીસીએલના અધિકારીઓનો ગામ ઉપર જ ઘેરાવો કર્યો હતો.
સમગ્ર ઘટનાની જાણ આમોદ ડી.જી.વી.સી.એલ. ના ડેપ્યુટી એન્જિનિયર અંકિત પટેલ ને થતા તેઓએ આમોદ પોલીસનો કાફલો ગામ ઉપર મોકલી આપેલ હતો તેમ છતાં ગામજનો લાઈટ ના હોવાને કારણે કેટલા હેરાન પરેશાન હતા કે પોલીસ કાફલો ગામ ઉપર આવવા બાદ પણ ડીજીવીસીએલના અધિકારીઓને ગામ ઉપરથી જવા દીધા ન હતા છેલ્લે ના છૂટકે ડીજીવીસીએલ એ તાત્કાલિક ધોરણે ભરૂચથી બીજું ડીપી મંગાવી તેને ફિટ કરી લાઈટ ચાલુ કરવામાં આવી હતી જે બાદ સમગ્ર ગામજનોને સંતોષ અનુભવ્યો હતો.