गुजरात
ઇંગ્લીશ દારૂ ના ગુન્હામાં અઢી વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી બરવાળા પોલીસ ટીમ
Anil Makwana

બરવાળા
રીપોર્ટ – રાઠોડ પ્રકાશ
પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગેની ખાસ ઝુંબેશ અન્વયે વધુમાં વધું આરોપીઓ પકડી પાડવા સુચના આપેલ હોઈ જેની ચુસ્ત અમલવારી કરવા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા બોટાદ જીલ્લાના નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના તથા DYSP . નકૂમ સાહેબના માર્ગદર્શન મુજબ બરવાળા પો.સ્ટે. પ્રોહી .ગુ.ર.નં. ૧૧૮ /૨૦૧૮ ,પ્રોહી . કલમ 65A 116B 81 મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મુકેશ ભીખા વડગામા રહે. બરવાળા . જી.બોટાદ વાળા ને ચોકકસ બાતમી આધારે પો.સબ ઇન્સ.શ્રી આર કે પ્રજાપતિ ની સૂચના મુજબ પો .કોન્સ રાજદિપ સિંહ તથા પો. કોન્સ પ્રદ્યુમનસિંહ ના ઓ એ અમદાવાદ વોચ ગોઠવતા ઉપરોક્ત આરોપી મુકેશ ભીખા વડગામા રે બરવાળા જી.બોટાદ વાળા પકડી હસ્તગત કરી બરવાળા પો.સ્ટે ખાતે લાવી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.