દહેગામનો માત્ર 10 ધોરણ ભણેલો શખ્સ રશિયા અને ફ્રાન્સ જેવા દેશોમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું નેટવર્ક ધરાવતો ક્રાઇમ બ્રાન્ચે જડપ્યો,
Dehgam who studied only 10th standard With child pornography networks in countries like Russia and France,
* દહેગામના માત્ર 10 ધોરણ ભણેલા શખ્સે યુટ્યૂબમાંથી શીખીને એપ બનાવી,
* યુટ્યૂબમાંથી શીખીને ચાઇલ્ડ પોર્નોગ્રાફીની એપ બનાવી
* ક્રાઇમ બ્રાન્ચે ફોટો-વીડિયોવાળો ફોન FSL માં તપાસ અર્થે મોકલ્યો
* આરોપીના રિમાન્ડમાં વધુ નામ ખૂલવાની શક્યતા વધી
જામનગર સાયબર ક્રાઇમે ( child pornography networks ) ચાઈલ્ડ પોર્નોગ્રાફીનું વૈશ્વિક નેટવર્કનો પર્દાફાશ કર્યો . ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરના દહેગામ થી ઝડપાયેલા શખસના મોબાઇલમાંથી પોર્નોગ્રાફીના 224 વીડિયો તેમજ 1600 ફોટો મળી આવ્યા છે. ઝડપાયેલો શખસ માત્ર ધોરણ 10 સુધી જ ભણેલો હોવાનું માલૂમ પડ્યું, છતાં પણ તે રશિયા અને ફ્રાન્સ જેવા ચાર દેશ સાથે જોડાયેલો હતો.
મોબાઇલમાંથી 600 ફોટો તથા 224 વીડિયો મળ્યા છે આ કેસને ઉકેલવા જામનગર ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ગાંધીનગર જવા રવાના થઇ હતી. આરોપીનું લોકેશન ટ્રેક ન થતાં ચિલોડા અને દેહગામ પોલીસની મદદથી ક્રાઇમ બ્રાન્ચ આરોપી સુધી પહોંચી હતી અને તેને પકડી લીધો હતો. જેની પૂછપરછમાં આરોપીનું નામ કિશન પરમાર હોવાનું સામે આવ્યું હતું. આરોપીનો મોબાઇલ તપાસ કરતાં એમાંથી 600 ઉપરાંત ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ફોટો તથા 224 વીડિયો મળી આવ્યા. એને લઇને ક્રાઇમ બ્રાન્ચે કડકાઇથી પૂછપરછ કરતાં શખસે વધુ 1600 જેટલા પોર્નોગ્રાફીના વીડિયો બતાવ્યા હતા.