રાપર શહેરના વોર્ડ નંબર ૩ મા સમસ્યાઓ થી ગ્રસ્ત લોકોનુ કલેકટર કચેરી ખાતે ધરણાંનુ આખરીનામું
રાપર કચ્છ
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
રાપર નગરપાલિકા ની હદમાં આવતા વોર્ડ નંબર-૩ ના ગેલીવાડી શેરી નંબર ૧ તેમજ વોકરા વિસ્તાર ને જોડતા રસ્તા પાસે નગરપાલિકા દ્વારા નાળુ બનાવાયું છે તેની ઉપર રાજ્યકિય વગ ધરાવતા ઇસમો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી નાળા પર દબાણ કરાઇ રહ્યું હોવાથી તેમજ નાળાની બાજુથી પસાર થતા મુખ્ય રસ્તા પર પણ દબાણ કરી રસ્તો બંધ કરી દેવાયો છે જેના લીધે અહીંના રહીશો ને મોટી તકલીફો ભોગવવી પડી રહી છે તેમજ નાળામાંથી પાણીનો નિકાલ ન થતો હોવાથી વિસ્તારમાં ચોમેર પાણી ભરાઈ રહ્યું છે જેથી ત્યાં હાલવા ચાલવામાં પણ મોટી સમસ્યાઓ સર્જાઈ રહી છે
આમતો આ વિસ્તાર ની સમસ્યાનો ની રજૂઆત છેલ્લા કેટલાય વર્ષોથી અહીના રહીશો, સામાજિક કાર્યકરો , તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા સતત કરાતી રહે છે પણ તંત્રના આંખ આડેથી હાથ હટતાં જ નથી જેથી આજ દિવસ સુધી અહીંની સમસ્યાનુ નિરાકરણ કરાયું નથી આ વિસ્તારમા મોટા ભાગના અનુસુચિત જાતિ તેમજ પછાત વર્ગના લોકોનો હોવાથી જાતિવાદ રાખી જાણીજોઈને આ વિસ્તારને મુશ્કેલીમા મુકાઈ રહ્યો હોવાનો આવેદનપત્ર દ્વારા આક્ષેપ કરાયો છે કેમ કે વર્ષોથી સતત રજુઆતો કરાતા હોવા છતાં પાલીકા દ્વારા ન તો દબાણકારો ઉપર કાર્યવાહી કરાઈ છે ના તો ગંદકી તેમજ પાણીના નિકાલ બાબતે કોઈ કામગીરી કરાઈ છે જેથી અહીં પાણીના વહેણમાં બનાવેલ નાળુ પણ વિવાદમા છે આ નાળુ દાયકાઓ જુના પાણીના વહેણમા માત્ર એટલા માટે બનાવ્યુ છે જેથી એક રાજ્યકિય વગદાર શેઠને નાળા વારી જગ્યા પર દબાણ કરી લાખોનો ફાયદો થઈ શકે અને આ આયોજન વગર બનાવેલ નાળાના લીધે આજુબાજુ ના વિસ્તારો પાણી ભરાવવાના કારણે ગંદકી તેમજ રોગચાળાનો સામનો કરવો પડી રહ્યો છે તેવું આ બાબતે વારંવાર રજુઆતો કરનાર સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડે જણાવ્યું હતું આજે કરાયેલ રજુઆતમા વધુમાં એવું પણ ઉમેર્યું હતું કે માનવતાની દ્રષ્ટિએ હવે આ વિસ્તાર તરફ ધ્યાન આપવામાં આવે તો સારૂં નહિતર હવે જો દિવસ પાંચ મા આ સમસ્યાનુ સમાધાન કરી વિસ્તારના લોકોને થતી મુશ્કેલી માંથી નઈ બચાવવામા આવે તો અમે સ્થાનિક લોકોએ ના સુટકેસ કલેકટર કચેરી ખાતે ધરણાં પર ઉતરવા વિસ્તાર ના લોકોએ આખરીનામું આપ્યું હતું આ વેળાએ સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડ, હરેશભાઈ ભુત, હરેશભાઈ ડુંગરાણી સાથે વિસ્તારની મહિલાઓ સહિત સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા